________________
દ્રવ્ય-ક્ષેત્ર-ક -કાળ-ભાવ પ્રતિબદ્ધ કરનારા નથી, સ્વરૂપની અજ્ઞાનતા પ્રતિબદ્ધ કરનારી છે.
આત્મદૃષ્ટિ થઈ તો વિકારોમાં પણ પોતે નિર્વિકારી રહી શકે છે.
[૧૫.૨] અતાસક્ત-અકામી
પોતાને અનાસક્ત થવું છે, કારણ કે પોતે મૂળ સ્વભાવથી અનાસક્ત જ છે. પણ આ તો પોતાનું ભાન ખોઈ નાખ્યું છે. ભાનમાં આવે તો પોતે અનાસક્ત, અકામી, ક્રોધ-માન-માયા-લોભ રહિત જ છે.
આ જ્ઞાન પછી આજ્ઞામાં રહેતો હોય, તે પોતે અનાસક્ત જ છે. આજ્ઞા અનાસક્તનું જ પ્રોટેક્શન છે.
આત્મા સ્વભાવે અનાસક્ત જ છે. દેહમાં રહે તો આસક્તિ છે ને દેહથી છૂટો રહે તો અનાસક્ત છે.
જેને આસક્તિ છે તે ચંદુભાઈ, પોતે હોય. પોતે તો શુદ્ધાત્મા થયો
છે.
દાદાશ્રી કહે છે કે મેં તમને અનાસક્તિ આપી નથી, તમારો સ્વભાવ જ અનાસક્ત છે. તમારું છે ને તમને ભાન કરાવ્યું છે.
જેમાં પહેલા આસક્ત હતા, ત્યાં જ અનાસક્ત થયા. એમ કરતા કરતા પ્રત્યેક અવસ્થામાં અનાસક્ત યોગ એ જ પૂર્ણ સમાધિ. [૧૬] તિર્વિશેષ
આત્મા નિર્વિશેષ છે, કારણ કે એની જોડે સરખામણીમાં આવે એવી બીજી કોઈ વસ્તુ જ હોતી નથી. એટલે આત્માને વિશેષણ ના લાગે, છતાં એ અનંત ગુણધર્મ ધરાવે છે.
જેટલા વિશેષણ છે એ વ્યવહાર આત્માના છે, મૂળ આત્મા તો નિર્વિશેષ છે.
જેટલા વિશેષણો આપો તો વિશેષણોનો સ્વભાવ કે ઓગળી જવાના ગમે ત્યારે, તો પછી પોતાનું રહ્યું શું ? એટલે આ તો મૂળ વસ્તુ પર
63