________________
છું' એ સ્વક્ષેત્રમાં છે. સ્વક્ષેત્રનું અસ્તિત્વ અવિનાશી છે ને પરક્ષેત્રનું અસ્તિત્વ વિનાશી છે.
પોતે પરક્ષેત્રે ગયો તો ઉપાધિ જ થાય. પરક્ષેત્રે ક્ષણે ક્ષણે દુ:ખ, નિરંતર ભય અને સ્વક્ષેત્રે નિર્ભય સમાધિ છે.
અનંત અવતારથી આ ચાર ભૂલોથી ભટકામણ થઈ છે.
૧. પરક્ષેત્રે બેઠો છે, પાછો ક્ષેત્રાકાર થઈ ગયો છે.
૨. પરાઈ ચીજનો સ્વામી થઈ બેઠો છે, જે પોતાની સાથે કાયમ રહેતી નથી.
૩. પરાઈ સત્તાને પોતાની સત્તા માને છે. ‘હું જ બધું કરું છું’ એવું માને છે.
૪. પરાઈ ચીજોનો ભોક્તા થઈ બેઠો છે.
સ્વને, સ્વક્ષેત્રને, સ્વસત્તાને જાણતા જ નથી. પરસત્તા, પરક્ષેત્ર, પરભોક્તા, પરના સ્વામી થવાથી મરણ છે, જ્યારે સ્વના સ્વામીને મરણ જ નથી. એ પોતાની જગ્યામાં આવે તો પોતે જ પરમાત્મા છે.
અજ્ઞાન દશામાં ‘હું’ પરક્ષેત્રે, પરસત્તામાં હતો, એ જ્ઞાન પછી સ્વક્ષેત્રે, સ્વસત્તામાં બેઠો. એટલે પુરુષાર્થ ને પરાક્રમની શરૂઆત થાય.
સ્વક્ષેત્રે આવ્યા પછી પરક્ષેત્રમાં ડખલ ના થવી જોઈએ. ચંદુભાઈના મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર શું કરે છે, એને પોતે જોનાર થયો.
પોતે સ્વક્ષેત્રે આત્મસ્વરૂપ થયો, પછી પરક્ષેત્રમાં પેસે તો સંસાર કડવો ઝેર જેવો લાગે.
અજ્ઞાનતામાં પુદ્ગલને ‘હું છું’ માને તે પરદ્રવ્ય કહેવાય. પુદ્ગલના ક્ષેત્રને, પરક્ષેત્રને મારું ક્ષેત્ર છે એમ માને છે. પરભાવ એટલે વિભાવ, વિશેષભાવને પોતે ‘હું છું' માને છે અને ઉંમર-જન્મ-મરણ એ પરકાળ, આ બધું પરાયું છે. સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વભાવ-સ્વકાળમાં આવે તો પોતાની મુક્તિ થાય.
55