________________
સ્વકાળ સનાતન છે, મરણ જ ના આવે. સ્વભાવ એ જ્ઞાતાદ્રષ્ટા છે.
સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વભાવ-સ્વકાળ એ ચાર ભાવે પોતે શુદ્ધાત્મા જ છે.
પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર છે. પરભાવનો ક્ષય થયે, સ્વક્ષેત્રમાં થોડો વખત રહી પોતે સિદ્ધક્ષેત્રમાં કાયમી સ્થિત થાય.
[૧૦.૨] ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ શરીરમાં વિનાશી ભાગ ક્ષેત્ર છે, અવિનાશી ભાગ ક્ષેત્રજ્ઞ છે. એ પોતે જ જ્ઞાતા છે, ભગવાન છે.
પોતાના ક્ષેત્રમાં હોય તો ક્ષેત્રજ્ઞ છે ને પરક્ષેત્રમાં “હું ચંદુ છું” એ ઈગોઈઝમ છે.
ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું, બધા ક્ષેત્રો જાણવાવાળો જે ક્ષેત્રજ્ઞ છે તે હું છું. એટલે આત્મા એ ક્ષેત્રજ્ઞ છે અને તે હું જ છું અને આ પ્રકૃતિ છે એ પરક્ષેત્ર છે, મન-વચન-કાયા એ પરક્ષેત્ર છે.
પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ, પણ પરક્ષેત્રે બેઠો એટલે ક્ષેત્રાકાર થઈ ગયો. ક્ષેત્રાકારમાં મરણ છે.
ચેતન એ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ સિવાય પોતે કોઈ જગ્યાએ હોતો નથી. એ ક્ષેત્રમાં હોય નહીં. પોતે ક્ષેત્રને જુએ અને જાણે, ક્ષેત્રરૂપ ક્યારેય થાય નહીં.
પોતે ક્ષેત્રજ્ઞ, આખા બ્રહ્માંડનો ઉપરી, તે આજે અજ્ઞાનતાથી ક્ષેત્રાકાર થઈને ભિખારીની પેઠ ભમે છે. આમાં પણ છેવટે દગો નીકળશે.
એક ફેરો સ્વક્ષેત્રનો સ્પર્શ થઈ ગયો, પછી એનો વિયોગ કોઈ કરાવી શકે નહીં. જ્ઞાન મળ્યા પછી એ સ્પર્શ થઈ જાય છે.
સ્વ અને પરની વહેંચણી કર્યા પછી જાણે કે આ ભાગ પ્રકૃતિનો, આ ભાગ પોતાનો. પરક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, એ ક્ષેત્રન્ને જાણવાનું. આંખ જતી રહી તો ક્ષેત્ર જાણે કે ક્ષેત્રજ્ઞ ? ક્ષેત્રજ્ઞ જાણે. દ્રવ્ય-ભાવ-ક્ષેત્ર-કાળ અપ્રતિબદ્ધ રહે એ જ્ઞાની પુરુષ, એ ક્ષેત્રજ્ઞ.
56