________________
ભગવાન મહાવીર જે પોતાનું પુદ્ગલ હતું, તેમાં અંદર શું થઈ રહ્યું છે, એ નિરંતર જોયા કરતા હતા. એ પુદ્ગલને જોવું-જાણવું એ જ આત્મરમણતા. ત્યાર પછી કેવળજ્ઞાન ઉપર્યું હતું.
મહાત્માઓએ છેવટે ચંદુભાઈના (ફાઈલ નં.-૧ના) મન-બુદ્ધિચિત્ત-અહંકાર શું કરી રહ્યા છે, એ એક પુદ્ગલ જોવાય, એમાં આવવાનું છે. એ જોવાનો અભ્યાસ કરો. ભૂલાઈ જાય તો ફરી પાછું જોવાનું ચાલુ કરો. એ જાણી રાખવાનું છે કે છેવટે પોતાનું એક પુદ્ગલ જોવાનું છે.
એક જ ભાવ, જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવાનું. જ્ઞાયક સ્વભાવ એ સ્વરમણતા
બહાર જવું પડે પણ એ એટેચમેન્ટ (ચોટ) વગરનું હોય તો જોવુંજાણવું કહેવાય અને એટેચમેન્ટ સહિતનું હોય તે ઈન્દ્રિયજ્ઞાન કહેવાય. જ્ઞાન લીધા પછી એટેચમેન્ટ નથી છતાં ક્યાંક તન્મય થઈ ગયા, તો એ કંઈક ગ્રંથિ છે. એ ગ્રંથિ છૂટવી જોઈશે, તો નિગ્રંથ થવાય. પછી સ્વરમણતા, નિજ મસ્તી ઉત્પન્ન થાય.
વિકલ્પ અને વિકલ્પીને જુએ એટલે પોતે છૂટો રહે. પ્રકૃતિને નિહાળવી એ સ્વરમણતા છે.
જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવું ને એ પદમાં રમણતા થવી, એ યથાખ્યાત ચારિત્ર. પછી આગળ કેવળ ચારિત્ર રહ્યું.
પોતાની પૂર્ણ દશા થતા સુધી સ્વરમણતા રહે છે. પછી રમણતા રહી નહીં. પોતે જે છે તે મૂળ સ્વરૂપે પોતે જ થઈ ગયોને !
[૧૦] સ્વક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ
[૧૦.૧] સ્વક્ષેત્ર-પરક્ષેત્ર આ મન-વચન-કાયા, સંસાર એ બધા પરક્ષેત્ર છે. આત્માની બહાર રહેવું એ પરક્ષેત્ર અને આત્મામાં આવ્યો એ સ્વક્ષેત્ર. બન્નેના ક્ષેત્રો જુદા જુદા છે.
ચંદુભાઈ છું' એવું બોલે એ પરક્ષેત્ર કહેવાય અને હું શુદ્ધાત્મા
54