________________
અજ્ઞાનમાંથી હવે આત્મપ્રતીતિ થઈ, આત્મજ્ઞાન થઈ રહ્યું છે. પછી આત્મલીનતા આવશે. આત્મલીનતા એ જ અનુભવદશા, એ જ આત્મરમણતા.
શુદ્ધાત્માપદની પ્રાપ્તિ પછી બે પ્રકારની રમણતાઃ (૧) જે નથી ગમતી એવી રમણતા કરવી પડે, તે પહેલા સહી થઈ ગયેલી તેથી, એવું ચંદ જે કંઈ કરે, એને શેય તરીકે જાણે, એ એક પ્રકારની સ્વરમણતા. અને (૨) સ્વરૂપની રમણતા.
અક્રમ વિજ્ઞાનમાં મહાત્માઓને પ્રમાદ હોય નહીં. પ્રમાદ તો અહંકાર હોય ત્યાં સુધી હોય. પરમાં વૃત્તિ રાખવી તે પ્રમાદ, તે પરરમણતા.
સ્વરમણતા પૂર્ણ થવામાં થોડું બાકી હોય, ત્યારે અપ્રમત્ત કહેવાય. પ્રમત્ત એટલે પ્રમાદ નહીં પણ ક્રોધ-માન-માયા-લોભમાં રહેવું તે અને કષાયની બહાર નીકળવું તે અપ્રમત્ત.
જલેબી ખાય પછી ચાનો ઈન્ટરેસ્ટ ના રહે, તેવું જ્ઞાન પછી પૌદ્ગલિક રમણતા એની મેળે જ જતી રહે. વ્યસન જતું રહ્યું તો આપણે બોલવું કે વ્યસનનો અમારે સંબંધ કાયમને માટે બંધ. એટલે એ પરમાણુ પછી મહીં પેસે નહીં.
“શુદ્ધાત્મા છું' એવું કલાક-બે કલાક બોલો તો આત્મરમણતા થાય. કેટલાક “શુદ્ધાત્મા છું' કાગળમાં લખે તો દેહ-વાણી-મનથી સ્વરમણતા થાય. કેટલાક જો શુદ્ધાત્માના ગુણોની ભજના કરે તો એ સિદ્ધ સ્તુતિ કહેવાય. એ બહુ ફળ આપનારી છે, એ સાચી રમણતા કહેવાય.
ચંદુ શું કરે છે એ બધી રીતે જોવું-જાણવું, ઝીણામાં ઝીણી બાબતમાં ઊંડા ઊતરીને, એ આત્મરમણતા છે. જ્યારે આત્મગુણોની ભજના એ પોતાનું નિશ્ચયબળ, જાગૃતિ, આત્માની દઢતા વધારવા છે. જેનાથી પોતાની (અનુભૂતિની) પૂર્ણાહુતિ થાય. એ પૂર્ણાહુતિ થયા પછી પૌદ્ગલિક ક્રિયાને જોવા-જાણવાનું આવી શકે એમ છે.
ગરમીથી બહુ અકળામણ થઈ હોય ને ઠંડો પવન આવે તો હાશ લાગે. તે પુદ્ગલ સુખ ચાખે તો આત્મરમણતા ચૂકી ગયો.
53