________________
જાય અને પુગલ રમણતા બંધ થતી જાય. પુદ્ગલ રમણતાથી મુક્ત એ નિરંતર મુક્ત કહેવાય.
જગતના સત્યમાં રમણતા એ અશુદ્ધ ચિત્ત અને નિરપેક્ષ સત્યમાં રમણતા એ શુદ્ધ ચિત્ત ને એ જ શુદ્ધાત્મા છે.
જગતના અનંત પરમાણુઓમાંથી ચિત્ત આત્મસ્વરૂપમાં આવશે તો આ સંસારમાંથી ઉકેલ આવશે.
પોતાના આત્મસ્વરૂપની ભક્તિ એ જ સ્વરમણતા. પછી બીજા અવલંબન છૂટી જાય.
જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય ને દાદાશ્રીની કીર્તનભક્તિ થાય એ પરરમણતામાં જાય. જ્ઞાન પછી એ કીર્તન ભક્તિ સ્વરમણતામાં જાય, પણ તે સાંઠ ટકા ફળ આપે. જ્ઞાન પછી સ્વનું લક્ષ રહે એ સ્વરમણતા થાય, જે પૂર્ણ ફળ આપે.
ચંદુભાઈ જે કરે એ પ્રકૃતિને નિહાળવી, એ સ્વરમણતા.
વકીલને જ્ઞાન પહેલા વકીલાતમાં, કાયદામાં, એમાં જ આખો દહાડો રમણતા હોય. જ્ઞાન પછી આખો દહાડો આત્મામાં જ રમણતા શરૂ થઈ ગઈ.
ચંદુભાઈ શું કરે છે, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે આત્મરમણતા છે.
હું ચંદુ, તે અહંકાર સંસાર રમણતા કરતો હતો. હું શુદ્ધાત્મા થયો, ત્યારે તેનો તે હું આત્મરમણતા કરે. પછી એ મૂળ આત્મામાં વિલીન થઈ જાય.
આખું જગત પુદ્ગલ ખાણું, પુદ્ગલ પીણું ને પુદ્ગલ રમણુંમાં જ છે. ખાણું-પીણું લિમિટેડ, જ્યારે રમણું અનૂલિમિટેડ છે. જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા થયો, એનો ખોરાકેય આત્માનો, પીવાનુંયે આત્માનું, રમણતાયે આત્માની.
શુદ્ધાત્માનું ધ્યાન રહે, શુદ્ધાત્માની આરાધના એ જ શુદ્ધાત્માની રમણતા છે. શુદ્ધ ઉપયોગ એ આત્મરમણતા કહેવાય. આ પાંચ આજ્ઞા પાલન એય આત્મરમણતા જ છે.
52