________________
બજારની રમણતા, નહીં તો પછી શાસ્ત્ર-સ્વાધ્યાય એય પુદ્ગલની જ રમણતા છે, આત્મરમણતા નથી.
આત્મરમણતા સિવાય જે કંઈ કરવામાં આવે તેને મોહ કહેવાય. એક મોહને છોડીને બીજા મોહની રમણતા હોય. જેટલા સાધન માર્ગે છે એ બધી પુદ્ગલ રમણતા છે. એનું ફળ સંસાર છે.
જ્ઞાની પુરુષ સિવાય આત્મરમણતામાં કોઈ લાવી ના શકે.
પુદ્ગલ રમણતા એને રમકડાં કહેવાય. જે ખોવાય તો દ્વેષ થાય, મળે તો રાગ થાય.
જ્ઞાની પુરુષ અવિનાશી વસ્તુમાં રમણતા કરે, જ્યારે જગતના લોકો વિનાશી ફેઝીઝ (અવસ્થાઓ)માં રમણતા કરે.
આત્માનો સ્વાદ ચાખે નહીં ત્યાં સુધી આત્માની રમણતા ના હોય, ત્યાં સુધી પ્રકૃતિ જ રચે.
આત્માનું સુખ ચાખે તો સંસારની આસક્તિ મોળી પડે ને આત્મરમણતામાં આવે.
પરિગ્રહ ગમે તેટલા હોય, પણ જો પોતે આત્મરમણતામાં રહે તો મોક્ષ જ છે.
દેહ છે ત્યાં સુધી પોતે આત્મરમણતામાં રહ્યો તેટલો વખત અદ્વૈત અને સંસારી કાર્યમાં પેસવું પડે તે દૈત. મોક્ષે ગયા પછી દ્વૈતાદ્વૈત જ નથી, ત્યાં વિશેષણ જ નથી.
ભેદવિજ્ઞાનીની કૃપાથી આત્મા પ્રાપ્ત થાય. ત્યાર પછી આત્મરમણતા ઉત્પન્ન થાય, તેમ પોતે તે રૂપ થતો જાય. પછી અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે. પછી નિરંતર આત્મરમણતા રહે.
સ્વરૂપની રમણતામાં આવ્યો તો પછી રાગ-દ્વેષ મટે ને વીતરાગ
થાય.
સ્વરમણતા પ્રાપ્ત થયા પછી એના પ્રોટેક્શન માટે આ પાંચ આજ્ઞાઓ છે. જેમ જેમ પાંચ આજ્ઞા પાળે તેમ તેમ આત્મરમણતા વધતી
51