________________
અનંત અવતારથી અહંકારપદમાં જ હતો, દાદા ભગવાનની કૃપાથી પોતે સ્વપદમાં બેઠો.
અપદમાં છે ત્યાં સુધી અસ્વસ્થ. કારણ કે પરક્ષેત્રે છે, પરનો સ્વામી છે. સ્વપદ પ્રાપ્ત થાય તો સ્વસ્થ થઈ શકે.
બધા પ્રશ્નો સ્વપદમાંથી ખસવાને લીધે છે. માટે સ્વપદમાં પોતાને ફિટ કર્યા કરો એ જ પુરુષાર્થ. ખસે કે તરત પાછા પોતાના પદમાં ફિટ થઈ (આવી) જવું.
[૯] સ્વરમણતા-પરરમણતા
જેની જેની યાદગીરી હોય, તેમાં જ રમણતા હોય. ચા-ભજિયાંજલેબી યાદ આવ્યા કરતા હોય તો એમાં જ પોતાની રમણતા છે. એ અહંકારની રમણતા છે.
વ્યવહાર આત્મા કાં તો સંસારમાં ૨મણતા કરે કે કાં તો મૂળ આત્મામાં. એટ-એ-ટાઈમ એક જગ્યાએ હોય જ.
જેમાં રમણતા કરી કે ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાન પછી ધ્યેયરૂપ થાય ત્યારે પછી રૂપકમાં આવે.
‘હું શુદ્ધાત્મા છું’ એ સ્વરૂપ અને પોતાના ગુણધર્મો એ સ્વભાવ, એમાં રહેવું એ સ્વરમણતા.
સંસારમાં આમ કરી નાખું, તેમ કરી નાખું, વેપારમાં આમ નફો થઈ ગયો, આમ નુકસાન થયું, આટલું કમાયો, આટલી ખોટ ગઈ, મારે સવારે બેડ ટી વગર ના ચાલે, આમ આખો દહાડો ૫૨૨મણતામાં જ પોતે હોય છે.
જે અવસ્થા ઉત્પન્ન થાય તેમાં જ તન્મયાકાર, તેમાં જ રમણતા. સ્વરૂપમાં તન્મયાકાર રહે તો મોક્ષ થાય.
પુદ્ગલ રમણતાનું કડવું-મીઠું ફળ ભોગવવું પડે ને પોતાની રમણતામાં પાર વગરનું સુખ છે.
અનાદિનો અભ્યાસ જ આ છે. કાં તો દેહની રમણતા, કાં તો
50