________________
મહાત્માઓને પરપરિણતિ ઊભી થાય તેને ખસેડવી પડે, જ્યારે દાદાશ્રીની દશામાં પરપરિણતિ ઉત્પન્નેય ના થાય અને એમને એ હોય જ નહીં.
મૂર્તિ, ગુરુ, શાસ્ત્ર, ત્યાગનું અવલંબન છે ત્યાં સુધી પરપરિણતિ અને શુદ્ધાત્માનું અવલંબન એ પોતાનું સ્વરૂપ જ છે એટલે સ્વપરિણતિ છે.
દાદા ભગવાન એ દેહધારી એ.એમ.પટેલની મહીં પ્રગટ થયા તે છે, એ પોતાનું સ્વરૂપ જ છે. માટે દાદા ભગવાનનું અવલંબન એ સ્વપરિણતિ છે.
[૮.૪] સ્વપરિણામ-પરપરિણામ
જીવ માત્રને સ્વપરિણામ અને પરપરિણામ બે ધારા જુદી હોય જ પણ અજ્ઞાનદશાને લઈને એક જ માને છે. દીવો સળગતો હોય પણ આંધળાને માટે શું કામ લાગે ?
ક્રિયા મેં કરી ને ક્રિયાનું જ્ઞાન પણ હું જાણું છું, એવું અજ્ઞાની બે પરિણામ ભેગા કરી નાખે. તેથી બેભરમો સ્વાદ આવે. જ્યારે જ્ઞાની પુરુષ બે પરિણામમાં ના હોય, એક પરિણામમાં જ હોય. તેઓ જ્ઞાનક્રિયાના કર્તા હોય, અજ્ઞાનક્રિયાના કર્તા ના હોય.
જે પરિણામ ચંચળ અને વિનાશી તે પરપરિણામ છે અને જે અચળ ને અવિનાશી છે તે સ્વપરિણામ છે. પરને પોતાના માન્યા તેના દુઃખો ભોગવ્યા.
તાવ આવ્યો તો ગમે નહીં, પણ ભોગવ્યે જ છૂટકો, કારણ કે તે પર પરિણામ છે. સારું ભોજન ગમે, સૂવાનું ગમે, જોવાનું ગમે તે બધા પરપરિણામ છે. પરપરિણામને “મેં કર્યું માન્યું, તેનાથી જગત ઊભું થયું છે.
કર્મ એ પુદ્ગલ સ્વભાવના, એ પરપરિણામ છે અને આપણે પોતે શુદ્ધાત્મા એ સ્વપરિણામ છીએ. પરપરિણામ શેય સ્વરૂપે છે, પોતે જ્ઞાતા સ્વરૂપે છે.
એક ક્રિયાની ધારા છે અને એક જ્ઞાતા-દ્રષ્ટાની ધારા છે, જે બને ધારા જ્ઞાનમાં છૂટી વર્ત.
46