________________
૩૬૫
(૧૮) સિદ્ધ સ્તુતિ
પ્રશ્નકર્તા: તે વખતે આપની અંદર શું ચાલતું હોય છે ?
દાદાશ્રી : એ તો મારે કશું ચાલવાનું નહીં. એ બધાના શુદ્ધાત્મા જોડે વ્યવહારને.
પ્રશ્નકર્તા: આ આપની પાસે અમે જે ચરણવિધિ કરીએ છીએ, તે વખતે આપને અંદર શું થતું હોય છે ? આપ શું કરો છો ?
દાદાશ્રી: એ તો હું છે તે પ્રતિષ્ઠા કરું છું. મેં જે શુદ્ધાત્મા આપ્યો છે ને, એના પ્રતિષ્ઠિત ગુણોથી પ્રતિષ્ઠા કરું છું. એટલે શક્તિ વધતી જાય.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠા એટલે શું ?
દાદાશ્રી : પ્રતિષ્ઠા એટલે તમારામાં જે શક્તિઓ ખલાસ થઈ ગઈ'તી તે શક્તિઓ હું નાખું છું. તમે અનંત જ્ઞાનવાળા છો, અનંત દર્શનવાળા છો. અનંત શક્તિવાળા છો” એવી શક્તિઓ નાખું છું. તમે એવું બોલો કે “હું શુદ્ધાત્મા છું,' (ત્યારે) હું કહું કે “તું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું, અનંત સુખધામ છું.” એટલે એ મહીં પરોવાતું જાય, પ્રતિષ્ઠા થતી જાય. એટલે જેટલી પ્રતિષ્ઠા વધારે થાય એટલી શક્તિ વધારે (પ્રાપ્ત) થાય.
પ્રશ્નકર્તા ઃ આપણે મંદિરમાં જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે એવી જ પ્રતિષ્ઠા થઈ ?
દાદાશ્રી : એ પથ્થરમાં પ્રતિષ્ઠા થાય અને આ સાચા આત્મામાં થાય છે. ત્યારે તો તમારે શક્તિ ઉત્પન્ન થાય. તમને આમ શક્તિનું પુશ
ઑન કરીએ છીએ, પ્રતિષ્ઠા કરીએ છીએ અને મંદિરમાં અમે જે બોલીએ છીએને, એ બધી પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યાં.
ધાતુ મિલાપ એટલે સ્વભાવ મેળાપ પ્રશ્નકર્તા : પરમ વિનય એ પ્રજ્ઞા ભાગ છે. ભગવાનનો ધાતુ મિલાપ થાય ત્યાં સુધી પરમ વિનય રહેવો જોઈએ.