________________
૩૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ચરણવિધિ વર્તાવે છૂટાપણું, ડિસ્ચાર્જ પરિણામથી
ચરણવિધિ અને સિદ્ધ સ્તુતિ બેઉ ભેગું છે. ચરણવિધિમાં એ બન્ને છે, ચરણવિધિ ને સિદ્ધ સ્તુતિ બેઉ ભેગા છે. પુષ્ટિ એટલે મજબૂત બનાવે, એ જેમ જેમ વાંચે તેમ તેમ.
પ્રશ્નકર્તા : ચરણવિધિ આપણે બોલ બોલ કરીએ તો આપણને આત્માના અને અનાત્માના ગુણધર્મો ખબર પડ્યા કરે.
દાદાશ્રી : હં..
પ્રશ્નકર્તા: એટલે જ્યારે કોઈ પણ પ્રસંગ આવે, અનુરૂપ પ્રસંગ આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે છૂટા છીએ. (એ ટકાવી રાખવા) આ ગુણધર્મો ગા ગા કરે તો ચાલે ?
દાદાશ્રી : એવું છે ને એ ચરણવિધિ કરતો હોય, ત્યારે વધારે છૂટાપણા જેવું લાગે. પણ જેણે ચરણવિધિ એકંય વખત ના બોલી હોય પણ આ આત્મા પ્રાપ્ત કર્યો હોયને, એ પણ માંદગીમાં છૂટો રહે. ત્યારે એને ખબર પડે કે હું જુદો છું.” એ સ્વભાવ છે. આમાં તન્મયાકાર પરિણામ ના થાય. અને પેલું રોજ એ (ચરણવિધિ) કરતો હોય તેને તો વધારે પરિણામ આવે, ઊંચું પરિણામ આવે. પણ આ માંદગી એકલામાં છૂટો રહે, કશું ના કરતો હોય તોયે. આ જ્ઞાન આપેલું, છૂટું પડ્યું છે, તેનો અનુભવ માંદગી એકલામાં થાય છે છૂટું જ, પણ આ તો શા માટે આવું બોલવું પડે છે ? પેલા બીજા ડિસ્ચાર્જના પરિણામ આવે છે, તેનાથી બધું મહીં એ થઈ જાય પાછું, ગૂંગળામણ, તે આ બધું બોલવાથી ઊડી જાય હડહડાટ. (પછી) ચોખ્ખું ને ચોખ્ખું રહ્યા કરે. જ્ઞાતી વિધિમાં કરે ગુણોની પ્રતિષ્ઠા, પ્રગટે શક્તિ મહાત્માને
પ્રશ્નકર્તા: આ જ્ઞાન પામેલા જે આપના ચરણમાં ચરણવિધિ કરે સાંઈઠ હજાર મહાત્માઓ છે, એ બધા આપને સરખા જ ?
દાદાશ્રી : બધામાં ડિફરન્સ. રિયલી સરખા, રિલેટિવલી ડિફરન્સ.