________________
(૧૮) સિદ્ધ સ્તુતિ
૩૬૩
દાદાશ્રી : સિદ્ધ સ્તુતિ કરવી. પેલી જે ચરણવિધિ છે ને, એમાંથી અમુક અમુક શબ્દ કાઢી નાખવાના, “હું કરું છું” એ બધું અને બીજી બધી રહી એ સિદ્ધ સ્તુતિ, એ બોલવી.
ચરણવિધિ એ સિદ્ધ સ્થિતિમાં લઈ જતારો વ્યવહાર
પ્રશ્નકર્તા ઃ હવે આ ચરણવિધિમાં જે બોલાય કે “હું શુદ્ધાત્મા છું” ને “અનંત જ્ઞાનવાળો છું', એ બધું શેમાં જાય ?
દાદાશ્રી : આત્મપક્ષમાં જાય. ચરણવિધિ તો તમારે દહાડે વાંચવાની. આ બીજી વિધિઓમાં આ નવ કલમો, નમસ્કાર વિધિ ને એ બધું આવે. તે ઊંઘેય આવી જાય તમને, તોય ચાલે. ઊંઘ પછી પાછો જાગ્રત થાય તો પેલી વિધિ પાછી ફરી ભેગી થાય તોય ચાલે. પેલી ચરણવિધિમાં એવું ચાલે નહીં, ટુકડા ના હોય એમાં.
પ્રશ્નકર્તા: તો દાદા, આ ચરણવિધિ કરીએ એનાથી શું ફાયદો થાય ?
દાદાશ્રી : આ ચરણવિધિ એ વ્યવહાર સિદ્ધનું સ્તવન છે, વ્યવહાર સિદ્ધ સ્તવન. એટલે સિદ્ધની સ્તવના છે આ. એટલે ખાસ કરવા જેવી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : વ્યવહાર શુદ્ધ સ્તવન એટલે શું ?
દાદાશ્રી : સિદ્ધ સ્તવન. આપણને સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર આ. એટલે ચરણવિધિ એટલા માટે જ આપેલી છે ને !
એકાદ વખત વાંચો છો (દરરોજ) ?
પ્રશ્નકર્તા ઃ હા, પણ આ ચરણવિધિ કરીએ એ ચાર્જ ગણાય કે ડિસ્ચાર્જ ગણાય ?
દાદાશ્રી : એ ચાર્જ કહેવાય. જેને “કરવી પડે’ એમ કહીએને, એ ચાર્જ અને તેય આજ્ઞાપૂર્વકની છે વસ્તુ.