________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
હવે બધા આંખો મીંચીને ‘હું અનંત જ્ઞાનવાળો છું’ એ જો પચ્ચીસ વખત નહીં, સો વખત બોલાય તો બોલજો. ત્યાંથી શરૂ, પહેલું બોલો...
પ્રશ્નકર્તા : અંદર જ બોલવાનું છે ને ?
દાદાશ્રી : અંદર જ બોલવાનું. પણ પહેલું શું બોલવાનું, કે ચંદુલાલ, મન-વચન-કાયાનો યોગ, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! હું અનંત જ્ઞાનવાળો છું, તે કોણ ? હું કાલે બોલાવતો હતો ને તમે બોલતા હતા. આજે તમે બોલાવો ને ચંદુલાલ બોલે. કોણ બોલાવે ? જોનારા ‘તમે’ અને બોલનારા આ ચંદુલાલ. ચાલો, હવે શરૂ કરી દેશો.
પ્રશ્નકર્તા : સિદ્ધ સ્તુતિ કરાવે ત્યારે શું અનુભવ થવો જોઈતો’તો ?
દાદાશ્રી : કશુંય નહીં. (કશોય) અનુભવ થવો જ ના જોઈએને ! આત્મારૂપ થઈ ગયા પછી બીજો શું અનુભવ થવો જોઈએ ? પણ સિદ્ધ સ્તુતિનું ફળ તરત જ મળે એવું છે. મળ્યા વગર રહે જ નહીં. એ તો મળી જાય તરત. એટલે પછી અમારે કહેવાનું ના હોય કે ભઈ, તમને મળ્યું કે ના મળ્યું ?
૩૬૨
સિદ્ધ સ્તુતિતી રમણતાથી તૂટે સર્વે અંતરાય
પ્રશ્નકર્તા : ‘સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મરમણામાં !' એ સમજાવો.
દાદાશ્રી : હા, આત્માની જે સિદ્ધ સ્તુતિ, તે સિદ્ધ સ્તુતિ રમણતામાં બધાય અંતરાય તૂટી જાય.
આત્મા સિદ્ધ જ છે અને એની સિદ્ધ સ્તુતિ જો બોલીએ, જો ૨મણા થાય તો બધું ઊડી જાય. એ આત્મરમણામાં બધાય અંતરાય તૂટે, ભગવાન જ થઈ ગયો.
:
પ્રશ્નકર્તા ઃ જાગૃતિ કાચી પડી જાય ત્યાં શું કરવાનું ? પ્રતિક્રમણ કરવાનું કે નિશ્ચય કર્યા કરવાનો ?