________________
૩૬૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદા, એ ધાતુ મિલાપનું જરા કહોને. કારણ કે ઘણી વખત એ શબ્દ આવે છે, એ ધાતુ મિલાપ એટલે શું ?
દાદાશ્રી : ધાતુ મિલાપ એટલે એમની ધાતુ જે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ એવી જો આપણી થઈ જાય એટલે ધાતુ. મિલાપ થયો કહેવાય. એ જે ધાતુના છે, એ જ ધાતુ આપણી થવી જોઈએ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ, અવ્યાબાધ એ બધુંય એ ધાતુએ (આપણી) ધાતુ થઈ જાય ત્યારે ધાતુ મિલાપ થયો કહેવાય. આમેય બીજી ધાતુમાં ફેર હોય તો ચાલે નહીંને ! સોના જોડે છાસિયું સોનું જોડીએ તો શું થાય ? ધાતુ મિલાપ ના કહેવાય. તમને સમજ પડીને ધાતુ મિલાપ ?
ધાતુ મિલાપની ક્રિયા એટલે શું? તો કહે, આત્માના ગુણો આપણે બોલીએ, તો જ ધાતુ મિલાપ થાય અને બીજા ગુણો બોલીએ તો ધાતુનો મિલાપ ના થાય. ધાતુ મિલાપ એટલે સ્વભાવ મેળાપ. એના સ્વભાવે સ્વભાવરૂપ થઈ જવું તે. અને તમારે માટે તો મહેનત કરવાનું રાખ્યું છે જ ક્યાં? માટે જ કહું છું કે કામ કાઢી લેજો. વહેલામાં વહેલું ધાતુ મેળાપ કરી લેજો.
પ્રશ્નકર્તા : તો જેટલા આપણે આજ્ઞામાં રહીએ છીએ એ ધાતુ મિલાપમાં પરિણમે છે ? દાદાશ્રી : હંડ્રેડ પરસન્ટ (સો ટકા).
પારસમણિ કરે લોખંડને સોનું આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે અને તમે પણ છે તે જ્ઞાતા-દ્રષ્ટાના એ (પદ)માં પેસો ધીમે ધીમે, તો તમારે ને એમનું બન્નેનું ધાતુ મેળાપ થાય. એટલે તમે છે તે લોખંડના સોનું થતા જાવ અને એ તો પારસ છે. પણ તમારું ધાતુ મેળાપ થાય એટલે એમનો સ્વભાવ એ આપણો સ્વભાવ થઈ જાય. પણ મહીંલાવાળાને ભજે તોને ?
અમારી જોડે ધાતુ મેળાપ કર, તો તું અમારા જેવો થઈ જઈશ.