________________
૩પ૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રકાશમાન થઈ જાય. અનંત સુખનું ધામ છું. પોતે બધા સુખનું ધામ છે એવો તાળા મળે તો એ જ્ઞાન કહેવાય. તાળો ના મળે ? જ્યાંથી–ત્યાંથી તાળો મળવો જોઈએ. હિસાબમાં ગણીએ ત્યારે મહીં તાળો મેળવીએ છીએ કે નથી મેળવતા ? એમાં તો એક-બે તાળા હોય પણ આમાં તો બહુ તાળા હોવા જોઈએ. દરેક વાતમાં તાળો મળવો જોઈએ.
પોતાની પાસે અનંત શક્તિ છે પણ આવરાયેલી પડી છે ને અનંત જ્ઞાન, અનંત દર્શન પોતાની પાસે છે પણ ઉપર આવરણ પડ્યા છે. ઘરમાં ધન દાટ્યું હોય પણ જાણતા ન હોય તો શી રીતે મળે ?
ગુણોના અભ્યાસે લક્ષ થાય મજબૂત પ્રશ્નકર્તા: આત્માના ગુણોની જે ભજના કરીએ કે “હું અનંત જ્ઞાનવાળો છું, અનંત શક્તિવાળો, અનંત દર્શનવાળો, અનંત સુખનું ધામ અને બીજા ગુણો તો એનાથી જ્ઞાતા-દ્રષ્ટાપણું વધારે મજબૂત થતું જાય કે જ્ઞાતા-દ્રષ્ટાપણા પહેલાનું જે છે તે ભજન કરવાની ?
દાદાશ્રી : આ તો પહેલા શરૂઆતમાં કહેવાય આ “હું શુદ્ધાત્મા છું' એવું મજબૂત કરવા માટે અને હેલ્ડિંગ થાય પાછું.
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : કોઈ કહેશે, “હું મારી નાખીશ.” તો એ ભય પામવાની જગ્યાએ એને શું થાય કે “હું અવ્યાબાધ છું, મને શું મારવાના ?” એ અવ્યાબાધ ના જાણતો હોય તો એ કહેશે, “મને કોઈ મારી નાખશે તો શું થશે ?” કોઈ કહેશે, “કાપીને ટુકડા કરીશ.” તોય આપણને મનમાં એમ લાગે કે “હું અવ્યાબાધ છું, શરીર ટુકડા થાય.” એટલે પહેલાથી એના ગુણો સ્ટડી કરી રાખવાના, મજબૂત કરી રાખવાના.
પ્રશ્નકર્તા: મજબૂત કરી રાખવાના, હંઅ.
દાદાશ્રી : “હું અમૂર્ત છું.” આ લોકો અપમાન કરે છે તે કોનું અપમાન કરે છે ? દેખાય છે તેનું. મારું અપમાન શી રીતે થાય ?
પ્રશ્નકર્તા : બરાબર.