________________
(૧૮) સિદ્ધ સ્તુતિ
उ४८
દાદાશ્રી : કોઈ જગ્યાએ મમતા કરવા જેવી નથી આ દુનિયામાં. હું કહું છું, આત્માને જાણો અને આત્મા જ તમારો છે, જે તમારે એના ગુણોની મમતા કરવાની છે. હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનો કંદ છું, અવ્યાબાધ છું, અમૂર્ત છું, સૂક્ષ્મ છું, અગુરુ-લવું , ટંકોત્કીર્ણ છું. કેટલા ગુણો છે એને ! એ એની મમત્વ છે.
પ્રશ્નકર્તા: આત્માનું મમત્વ ?
દાદાશ્રી : હા, મારા ગુણ એટલે મમત્વ ના હોય, પણ આ હું આ છું કહીએ તો આ મમતા ક્યાં જાય ? ત્યાં જતી રહે એની જોડે જ. અને પછી મોક્ષે જતી હોય તો એય ઊડી જાય, ફક્ત તે એક જ સ્વરૂપે ! હું શુદ્ધાત્માયે પછી બોલવું ના પડે.
પ્રશ્નકર્તા: પોતે આત્માના ગુણધર્મ, અનંત જ્ઞાન-દર્શન તેનું ધ્યાન કરે તો પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : થાય, અવશ્ય થાય. આત્માના ગુણો જેટલા જાણ્યા તેટલાનું ધ્યાન કર્યું તો તેટલા પ્રાપ્ત થાય.
અમે જ્ઞાન આપીએ છીએ, તે મન-વચન-કાયા તમને ક્યારેય યાદ ન આવે તેવી રીતે આપીએ છીએ. “હું શુદ્ધાત્મા છું' તેની જોડે એનો એકએક ગુણ ગાતા જશો તો ભયંકર (અદ્ભુત) પરિણામ આવશે. જેમ કે હું શુદ્ધાત્મા છું અવ્યાબાધ છું, અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રવાળો છું, અક્રિય છું, અડોલ છું, અમર છું.
આત્મા રત્નચિંતામણિ, ચિંતવે તેવો થાય પ્રશ્નકર્તા: “હું અનંત શક્તિવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું, હું અનંત સુખનું ધામ છું' તો એ અંદરથી જે બોલીએ છીએ તો એ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? કેવી રીતે વધારી શકાય?
દાદાશ્રી : તમે અનંત દુઃખનું ધામ બોલો તો દુઃખી થઈ જાવ. અનંત સુખનું ધામ બોલો તો સુખી થઈ જાવ. આત્મા રત્નચિંતામણિ છે. જેવો ચિંતવે તેવો થઈ જાય. “અનંત જ્ઞાનવાળો છું’ એટલે બધું જ્ઞાન