________________
છે.
[૧૮] સિદ્ધ સ્તુતિ
આત્મગુણો બોલતા, લક્ષતી લિંક જોડાય ફરી
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્માનું લક્ષ કાયમ કેવી રીતે રહે ? લિંક તૂટી જાય
દાદાશ્રી : મહીં લક્ષની લિંક તૂટી જાય, ત્યારે એ તો આપણે બોલવું પડે, ‘હું અનંત જ્ઞાનવાળો છું કે અનંત દર્શનવાળો છું' એવું બધું બોલે એટલે ફિટ થઈ જાય લિંક. લિંક તૂટી જાય, લિંક બધી પૌદ્ગલિક છે.
પ્રશ્નકર્તા : આવું બને ખરું ?
:
દાદાશ્રી : હા, બને એ તો. આવું બધું તો ઘણા વખત બને, અને તે જ્ઞેયસ્વરૂપે છે. અને જ્ઞેયને જોવાની લિંક તૂટી જાય. શાતા તો હોય જ, પણ પેલી લિંક તૂટી ગઈ હોય તો આપણે બોલીએ તો ફરી લિંક ચાલુ થાય.
છે.
લિંક તૂટી ગયેલી ખબર પડે છે એનો (તું) જ્ઞાતા છું અને સળંગ રહેલી છે તેનોય જ્ઞાતા છું. આપણે જ્ઞાતાસ્વરૂપે જ છીએ. તૂટતું હોય તો તૂટે, બસ એને જાણવું જોઈએ આપણે.
આત્માતા ગુણોતા ધ્યાને, થાય પોતે તે રૂપ
પ્રશ્નકર્તા ઃ આત્માના ગુણો બોલવાનું કહ્યુંને તે વિશે વધારે સમજવું