________________
(૧૮) સિદ્ધ સ્તુતિ
૩૫૧
સમકિત પછીતા વિકલ્પો એ નિર્વિકલ્પ બતાવતારા
દાદાશ્રી : એક માણસ મને પૂછતો’તો કે ‘હું શુદ્ધાત્મા છું એ નિર્વિકલ્પ જ્ઞાનને કહે છે ?” મેં કહ્યું, ‘એય વિકલ્પ છે.’ સમિત થયા પછીના જે વિકલ્પો એ નિર્વિકલ્પ કરાવનારા છે. માટે ‘શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું’ બોલ્યા કરજો. ‘હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ તે બધા વિકલ્પ કહેવાય પણ સમિત થયા પછીના વિકલ્પો એ નિર્વિકલ્પ કરનારા છે. એ વિકલ્પો હિતકારી છે અને સમકિત વગરના વિકલ્પો એ અહિતકારી છે.
સૂઝ ન પડે તો બોલવું, ‘હું અતંત દર્શનવાળો છું’
પોતે પરમાત્મા ને છૂપાઈ ક્યાં સુધી રહેવું ? પોતાના જ ઘરમાં ભરપૂર માલ, છતે માલ અનંત જ્ઞાન-દર્શન-શક્તિ, અનંત સુખ પોતાના ઘરમાં હોય છતાં તે ન વાપરે તો કોનો દોષ ? ભરેલો માલ તો ફળ આપીને જશે. પણ જ્ઞાન છે ને સૂઝ છે તો પછી સફોકેશન ક્યાંથી ?
એટલે જે ઉપાય બતાવ્યા એ ઉપાય કરવા પડે બધા, તે લખ્યા છે. તેમાં શું ઉપાય મેં બતાવ્યા છે ? તે વાંચો જોઈએ !
પ્રશ્નકર્તા : જ્યારે ગડમથલ થાય, આમ તંગ તોફાન થવા માંડે એકદમ, તે વખતે દાદા ભગવાનનું અક્રમ જ્ઞાન હાજર થઈ જશે. કંઈક ગૂંગળામણ થાય, સૂઝ ના પડે, ડખોડખલ કે એવું થાય, તે વખતે ‘હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ એમ બોલો પાંચ-પચ્ચીસ વખત અને તરત જ સૂઝ પડવા માંડે કે આનો ઉકેલ કેમ લાવવો.
દાદાશ્રી : હા, અતિશય મૂંઝવણમાં આશરો કોનો ? દર્શનનો. ‘હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું' પાંચ-પચ્ચીસ-પચાસ વખત બોલી નાખવું, દાદાને સામે રાખીને, ફોટો રાખીને. એટલે પછી તરત જ સૂઝ પડી જશે, તરત જ.
મૂંઝામણ થાય ત્યારે ‘અનંત દર્શનવાળો છું, અનંત દર્શનવાળો છું’ બોલે તો બધી મૂંઝામણ (મૂંઝવણ) નીકળી જાય.