________________
(૧૭.૨) અનુભવગમ્ય
૩૪૩
દિવસે. હવે તમારો અનુભવ વધતો જશે, તેમ તમારો આત્મા પ્રગટ થતો જશે. આત્મા કેટલો ? ત્યારે કહે, અનુભવ પ્રમાણ.
ચિત્તવૃત્તિઓ બહાર જાય એને ઈન્દ્રિય અનુભવ કહેવાય અને ચિત્તવૃત્તિઓ પાછી ફરે એ અતીન્દ્રિય અનુભવ કહેવાય. આત્માનો અનુભવ એટલે શું ? નિરંતર પરમાનંદ સ્થિતિ.
ક્ષાચિક સમ્યક્ત્વ એ જ સ્પષ્ટ અનુભવ હવે અક્રમમાં અહીં ક્ષાયિક સમ્યકત્વપણું થાય છે અને આર્તધ્યાનરૌદ્રધ્યાન બંધ થઈ જાય છે, સંસારમાં રહેવા છતાંય. રૌદ્રધ્યાન-આર્તધ્યાન ન થાય એ આત્મ-અનુભવની મોટામાં મોટી નિશાની.
અને લોકો પૂછે છે, સ્પષ્ટ અનુભવ કેમ થાય ? અરે, આ થયો એ) સ્પષ્ટ અનુભવ. આનું નામ જ સ્પષ્ટ અનુભવ, બીજો કોઈ નહીં. સ્પષ્ટ આત્મા સિવાય કશું દેખાય નહીં. આમેય આપણે અંદર રિયલરિલેટિવ જોઈએ ને, તે આત્મા જ જુએ છે પણ આપણા મનમાં એ થાય ગૂંચવાડો તેથી એવું લાગે બધું ભેગું થઈ જતું હશે ? પણ પેલો તો સ્પષ્ટ આત્મા બીજું કોઈ છે જ નહીં ને બીજા કોઈની હાજરી જ નથીને !
તમને આત્માનો અનુભવ રહે છે ને, એ જ મૂળ આત્મા છે. પછી એ અનુભવ એક જગ્યાએ ભેગો થતો થતો મૂળ જગ્યાએ, જે મૂળ આત્મા છે તે રૂપ પોતે થઈ જાય. તમને અત્યારે અનુભવ અને અનુભવી બે જુદું હોય, જ્યારે ત્યાં આગળની દશામાં એકાકાર હોય.
અંશ જ્ઞાન એ અનુભવ, સર્વાશ જ્ઞાન એ જ્ઞાત
પ્રશ્નકર્તા ઃ આપણે આત્માનું જ્ઞાન કહીએ અને પછી આત્માનો અનુભવ કહીએ, તે આત્માનો અનુભવ અને આત્માના જ્ઞાનમાં ફરક શું?
દાદાશ્રી : આત્માનું જ્ઞાન સંપૂર્ણ કહેવાય અને અનુભવ અંશે અંશે કહેવાય. અંશ જ્ઞાનને “અનુભવ” કહ્યું અને સર્વાશ જ્ઞાનને “જ્ઞાન” કહ્યું. અંશે અંશે વધતું વધતું અનુભવ સંપૂર્ણ થાય.