________________
૩૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : આત્માના અપરોક્ષ દર્શન તમે કર્યા છે પણ તેનો ખ્યાલ રહેતો નથીને! અહીંયા સત્સંગમાં આવો તો એ વાત સમજાય તમને.
પ્રશ્નકર્તા: પણ પોતાના આત્મસ્વરૂપના બીજા અનુભવ જે થવા જોઈએ તે નથી થતા. બુદ્ધિને સમજમાં આવે છે પણ અનુભવ નથી થતો.
દાદાશ્રી: એ જ અનુભવ, આ બધું જાણ્યા-જોયા કરવું એનું નામ અનુભવ કહેવાય. બીજો અનુભવ ના કહેવાય. મનમાં વિચાર ખરાબ આવે, સારા વિચાર આવે તે શેય છે અને આપણે જ્ઞાતા છીએ. એ બધા જોયા કરવા, એનું નામ અનુભવ કહેવાય. પછી જેમ જેમ ધીમે ધીમે અનુભવ આ બધો આગળ જતો જાય, તેમ તેમ ખુલ્લો અનુભવ થતો જાય. પ્રગટ અનુભવ, અત્યારે આ પરોક્ષ અનુભવ થાય. (પહેલા) પરોક્ષ અનુભવ થાય, પછી અપરોક્ષ થાય, એમ કરતા કરતા આગળ વધતું જાય.
એકવાર અનુભવ થયા પછી નિરંતર વધતો જાય
સ્વરૂપના ભાન સિવાય જે જે જાણો છો તે અજ્ઞાન છે અને સ્વરૂપના ભાન પછી જે જે જાણો તે જાણેલું કહેવાય. આત્મયોગ થયો એ જ સ્વરૂપનું ભાન થયું. આત્મા અવાચ્ય છે, અનુભવગમ્ય છે, દિવ્યચક્ષુથી જ દેખાય. આખા જગતનું તત્ત્વ, આખા જગતનો સાર તે ‘શુદ્ધાત્મા.” “હું શુદ્ધાત્મા છું ” એવું તમને એની મેળે યાદ આવે છે ને જ્ઞાન પછી ?
પ્રશ્નકર્તા: હા, આવે છે.
દાદાશ્રી : એ હવે નિરંતર તમને યાદ રહ્યા કરશે, નિરંતર લક્ષ (રહેશે અને) એ જ અનુભૂતિ. અનુભૂતિ ધીમે ધીમે વધતી જાય હવે. હજુ અમાસમાંથી તે બીજ રૂપે શરૂઆત થઈ, પછી ત્રીજ થાય, ચોથ થાય, પાંચમ થાય, જેમ જેમ અનુભૂતિ વધતી જાય તેમ તેમ.
આત્મા શબ્દ સ્વરૂપ નથી, અનુભવ સ્વરૂપ છે. એક ફેરો અનુભવ થયો, પછી જાય નહીં. પછી આ અનુભવ પરંપરામાં વધતો જાય દિવસે