________________
33८
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા એમને જગતના બધા માણસોને અનુલક્ષીને બોલવું પડે, જનરલ ?
દાદાશ્રી: બધાને અનુલક્ષીને સર્વ સામાન્ય વાત કરવી પડે. એમને તો એમેય કહેવું પડે કે ભઈ, આ તપ કરવું પડે, ત્યાગ કરવો પડે એમ લખવું પડે. અને અમે તો એ ના પાડીએ. આ તો મોક્ષનો માર્ગ છે. આ અનેકાંતમાં એકાંત છે. પણ અજાયબ આત્મા અમે જે જોયો છે, તે તીર્થકરો કહી શક્યા નથી. અને આવું ફળેય કોઈ દહાડો ઉત્પન્ન થાય એવું નથી. કેવું ફળ ઉત્પન્ન થયું છે ? કંઈ વાર લાગી છે કશી ? વગર મહેનતે ? હ. મહેનત-બહેનત કશું જ નહીં ! અમનેય આશ્ચર્ય લાગ્યું છે ! તેથી કહીએ છીએ, કામ કાઢી લો.
ભેદવિજ્ઞાની બધા તત્ત્વોને જુદા પાડી દે પ્રશ્નકર્તા: હવે સમજાયું, દાદા. આ જે જબરજસ્ત પઝલ ઊભું થઈ ગયું છે, તેનો ઉકેલ શાસ્ત્રજ્ઞાનીથી નહીં આવે. એના માટે એક્કેક્ટ આત્મજ્ઞાનીનો ભેટો અને એમની કૃપા જોઈએ.
દાદાશ્રી : હવે આ સોલ્વ કરવા માટે શાસ્ત્રજ્ઞાની કશું ચાલે નહીં, ભેદવિજ્ઞાની જોઈએ. એ બધા જ તત્ત્વોને જુદા પાડી દે. સંપૂર્ણ જાણતા હોય તો બધા તત્ત્વો જુદા પાડી શકે. એટલે કેવળજ્ઞાની, ભેદવિજ્ઞાની જોઈએ.
એ “આ ભાગ આત્મા અને આ ભાગ અનાત્મા', એનું લાઈન ઑફ ડિમાર્કશન નાખી આપે. એટલે છએ છ તત્ત્વની આ ભેદવિજ્ઞાની લાઈન
ઑફ ડિમાર્કશન નાખી આપે, પછી જુદું પડી જાય. ત્યાં સુધી આ પઝલ સોલ્વ થાય નહીં અને માણસો સૉલ્વ કરવા જાય તે ગૂંચાઈ જાય, ઊલટો વધારે ને વધારે ગૂંચાતો જાય. સૉલ્વ કરવાનો દિન-રાત પ્રયત્ન કરી રહ્યા છે ને, પણ ગૂંચાય છે વધારે. એટલે જ્યાં સુધી આ ભેદવિજ્ઞાની પાસે પઝલ સૉલ્વ ન કરે, ત્યાં સુધી આ સંસારના બધા મનુષ્યો, સાધુ-સંન્યાસીઓ, આચાર્યો, બાવા-બાવલી બધાય છે તે પઝલમાં જ ડિઝોલ્વ થઈ ગયા હોય. જ્ઞાન એ શબ્દ નથી, નિઃશબ્દ છે. અવક્તવ્ય છે, અવર્ણનીય છે, આત્મા તો. એટલે ભેદવિજ્ઞાનીની મહીં ભગવાન પ્રગટ થયા છે, એમની કૃપા ઊતરે તો, એટલે આજ કૃપા ઊતરી તમારી પર, તે કામ થઈ ગયું તમારું.