________________
(૧૭.૧) અવક્તવ્ય
૩૩૭
દાદાશ્રી : હા, એટલું આવી શકે, ત્યાં સુધી તમને છૂટ છે. વક્તવ્ય છે ત્યાં સુધી બધી છૂટ છે. બુદ્ધિજન્ય છે એ વક્તવ્ય છે અને જે જ્ઞાનજન્ય છે એ બધું અવક્તવ્ય છે. તીર્થકરતું અનેકાંત જગત અર્થે, દાદાનું કેવળ મોક્ષાર્થે
પ્રશ્નકર્તા: જ્ઞાનજન્ય એ વક્તવ્ય નથી, તો આપ જે આત્માનું વર્ણન કરો છો એ શું છે ?
દાદાશ્રી તીર્થકર ભગવંતોએ જે આત્મા અનુભવ્યો તે રૂપ અમે થયા નથી, પણ અમે એ આત્માને જોઈએ છીએ, ઘણો વખત એ આત્મામાં રહીએ છીએ. અને તે જ આત્મા જોઈને અમે કહી શકીએ છીએ, એટલો ફેર છે. જે જોનાર હતા તેનાથી કહી શકાય એવી સ્થિતિ હોતી અને અમારામાં કહી શકાય એવી સ્થિતિ છે. અમારે એટલી બધી ઊંચી સ્થિતિ નથી એમના જેટલી, એટલે અમારાથી કહેવાય એવું રહ્યું છે. બાકી જે આત્મા જગતે ક્યારેય પણ જાણ્યો નથી એ આત્માની અમે વાત કરીએ છીએ આ બધી, અને તે પણ કેવી ?
પ્રશ્નકર્તા: સર્વમાન્ય !
દાદાશ્રી : હં, નહીં તો જૈનો એકલા જ માન્ય કરે, વેદાંતીઓ એકલા જ માન્ય કરે, એ આત્મા દરઅસલ ન્હોય. તીર્થકરો સર્વમાન્ય જાણતા'તા ત્યારે એમનાથી બોલાય એવું હોતું.
પ્રશ્નકર્તા ઃ એ કેમ બોલાય એવું હોતું એમનાથી ? દાદાશ્રી : એમને વાણી આટલી જ બોલાય. પ્રશ્નકર્તા : પણ એનું શું કારણ ?
દાદાશ્રી : એટલે એવી જ ટેપરેકર્ડ ઊતરેલી, ખુલ્લું કહી ના દેવાય એમ. કારણ કે એ જવાબદાર ગણાય છે. એ બોલે છે એ આખા જગતને અનુલક્ષીને બોલે છે અને હું તો મોક્ષમાં જનારાને અનુલક્ષીને બોલું છું. એમનાથી એક પક્ષી બોલાય નહીં.