________________
૩૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ભગવાન કહી શક્યા નથી એવું કહે છે. મને મારા જ્ઞાનમાં દેખાયું છે. પણ કહેવાતું નથી, કારણ કે શબ્દ જ નથી.
પ્રશ્નકર્તા: વાણીથી પ્રગટ થઈ શકતું નથી. દાદાશ્રી : એ માટે શબ્દ જ નથી, શાના આધારે જણાવી શકે ? આત્મ-અનુભવ અવર્ણનીય, છતાંય કૃપાથી શક્યા
પ્રશ્નકર્તા: તો પછી આત્મા અને તેના ગુણોનો અનુભવ શક્ય કેવી રીતે બને ?
દાદાશ્રી : બધું જ અનુભવી શકાય, પણ ક્યાં અનુભવે ? આ અનુભવેલું વર્ણન નથી થાય એવું. અનુભવ એ અવર્ણનીય વસ્તુ છે. “સાકર ગળી છે' એમ કહે પછી આપણે પૂછીએ ગળી એટલે શું? તો એની જોડે સિમિલિ આપી શકાય એવું નથી. એવી રીતે આ આત્માનો જે અનુભવ થયો, એની સિમિલિ આપી શકાય એવું નથી. કારણ કે આ સ્થૂળ વસ્તુનું તો આપણે બીજી વસ્તુ બતાવી શકીએ કે આના જેવું છે, પણ આત્મસુખ કોઈ (ધૂળ) વસ્તુ જ નથી કે જે બતાવી શકાય. એટલે પોતાની જાતનો અનુભવ થાય, એ કૃપા સિવાય અનુભવ થાય નહીં. જ્ઞાની પુરુષ એકલું જાણવાનું સ્થળ છે અને તે શબ્દોથી જણાય નહીં એવી વસ્તુ છે. (કારણ કે એ) અવક્તવ્ય છે, અવર્ણનીય છે. એટલે કૃપાપાત્ર (થયો) તેનું ફળ છે.
- બુદ્ધિજન્ય વક્તવ્ય, જ્ઞાતજન્ય અવક્તવ્ય
પ્રશ્નકર્તા ઃ જો કે એ વાત બરાબર છે પણ આત્મા સર્વથા અવક્તવ્ય છે એવું નથી. એ વક્તવ્ય છે અને અવક્તવ્યય છે, એ વાત લેવી પડશે. સર્વથા અવક્તવ્ય તમે લેશો તો તો ચાલે એમ છે નહીં.
દાદાશ્રી : જ્યાં સુધી બુદ્ધિજન્ય છે ત્યાં સુધી જ વક્તવ્ય છે, જ્ઞાનજન્ય એ વક્તવ્ય નથી.
પ્રશ્નકર્તા: હં, તો પછી વક્તવ્ય છે એટલું તો વક્તવ્યમાં આવવું જોઈશે.