________________
(૧૭.૧) અવક્તવ્ય
૩૩૫
વાણી છે, મોટા જ્ઞાની પુરુષોની બધી વાણી છે પણ એ શાસ્ત્રોમાં આત્માનો કેટલો ભાગ વાણીમાં ઉતરાયા જેવો છે ? ત્યારે કહે, પચીસત્રીસ ટકા ઉતારાય એવો છે. કારણ કે આત્મા સ્થૂળ નથી. આત્મા સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને છેવટે સૂક્ષ્મતમ છે. પણ એના ભાગ પડતા પડતા ધૂળમાં વર્ણન કરવું હોય તો કેટલું થાય ? પચીસ-ત્રીસ ટકા વર્ણન થાય. એથી વધારે આગળ વર્ણન થઈ શકે એમ નથી. એટલે ત્રીસ ટકાથી તમે આખીય વસ્તુ જાણવી હોય તો જાણી શકો એવું બની શકે નહીં.
જ્ઞાની સમજાવે અવક્તવ્ય આત્મા સંજ્ઞારૂપે
આ જે જગતના લોક કહે છે, શાસ્ત્રો કહે છે એ સાધન છે, એ ખોટું નથી, પણ એ રેગ્યુલર (સંપૂર્ણ) નથી. એ એના અમુક અંશ સુધી કહી શકે, એથી આગળ વાણી પહોંચી શકતી નથી. એટલે વાત કરી શકતા નથી. વાણી અમુક વક્તવ્ય (કહેવા જેવું) હોય ત્યાં સુધી જ બોલી શકાય છે, ત્યાં સુધી જ પુસ્તકમાં ઊતરે છે. કારણ કે આત્મા અવક્તવ્ય છે. અવર્ણનીય છે, નિઃશબ્દ છે. એ શબ્દરૂપ નથી, એ સ્થળ નથી, શબ્દોથી વર્ણન થાય એવું નથી, વાણીથી બોલાય એવો નથી. માટે ગો ટૂ જ્ઞાની.” ત્યાં આગળ તે તને સૂક્ષ્મરૂપે, સંજ્ઞારૂપે સમજાવશે. શબ્દ ના હોય તો સંજ્ઞા તો હોય, અને બીજો કોઈ સંજ્ઞા કરી શકે નહીં. ભગવાનની કૃપા ઊતરે તો સંજ્ઞા થાય, તો કામ થઈ જાય એવું વેદાંત કહે છે. આપણા લોકો એવું જ કહે છે કે ભગવાને શાસ્ત્રોમાં આત્માનું વર્ણન કર્યું છે. પણ તે કેવું? પચીસ ટકા સ્થળમાં આવે એટલું જ, એથી વધારે નથી કર્યું.
પ્રશ્નકર્તા એટલે આત્માના ગુણોનું વર્ણન થાય ?
દાદાશ્રી : હા, એટલે ઘૂળમાં આવ્યું એટલું જ, પણ ગુણો તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. અહીં સ્થળમાં જેટલું બોલાય એ બોલ્યા, તેય આ બધું, દ્રવ્યાનુયોગમાં છે. બીજા એકુંય યોગમાં આત્માની વાત નથી.
દ્રવ્યાનુયોગમાં બધી વાત લખી છે, પણ જેટલી લખાય એટલી લખી. શબ્દથી લખે પણ એ સ્વરૂપ જે ભગવાનના જ્ઞાનમાં દેખાયું છે તે