________________
[૧૭] અવક્તવ્ય : અનુભવગમ્ય
[૧૭.૧]
અવક્તવ્ય સૂક્ષ્મતમ આત્મા, સંપૂર્ણ તા વર્ણવી શકાય શાસ્ત્રો થકી પ્રશ્નકર્તા: ભગવાન વ્યક્તિરૂપે છે કે શક્તિરૂપે છે ?
દાદાશ્રી : બન્ને સાચા છે, પણ વ્યક્તિરૂપે પૂજે તેને વધારે લાભ મળે. વ્યક્તિરૂપે એટલે જ્યાં ભગવાન વ્યક્ત થયા હોય ત્યાં ! મનુષ્ય એકલામાં જ ભગવાન વ્યક્ત થઈ શકે, બીજી કોઈ યોનિમાં ભગવાન વ્યક્ત થઈ શકે નહીં. આત્મા એ જ પરમાત્મા છે, પણ વ્યક્ત થવો જોઈએ. વ્યક્ત થઈ જાય, ફોડ પડી જાય, પછી ચિંતાઓ જાય, ઉપાધિઓ જાય.
પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્ત ક્યાં થાય ?
દાદાશ્રી : (આત્મા જાણ્યા વગર) ભગવાન વ્યક્ત થાય એવા નથી, એ અવ્યક્તરૂપે રહેલા છે !
પ્રશ્નકર્તા ઃ શાસ્ત્રોમાં આત્માનું બધું વર્ણન આપ્યું છે તો શાસ્ત્રો દ્વારા વ્યક્ત કરી શકાય છે ને ?
દાદાશ્રી : ભગવાને કહ્યું કે શાસ્ત્રો છે એ મહાન પુરુષોની બધી