________________
(૧૭.૧) અવક્તવ્ય
૩૩૯
આત્માના ગુણો જ જાણ્યા નથી. આ આત્માના ગુણો જાણવા એ ભેદવિજ્ઞાની કહેવાય. આ જે આત્માના ગુણો છે ને, એ બધાય બહાર પડ્યા નથી, બધા અમારામાં છે. અમે અઠ્યાવીસ વર્ષથી આત્મામાં રહીએ છીએ, આ દેહના માલિક નથી.
પ્રશ્નકર્તા ઃ હવે આવું તો કોઈએ હજુ લગી કહ્યું નથી. દાદાશ્રી : આ તો અક્રમ વિજ્ઞાન છે ને ! પ્રશ્નકર્તા: બધા બધે પહોંચે છે, પણ આટલે પહોંચ્યા નથી.
દાદાશ્રી : માટે આ કામ કાઢી લેવા જેવું છે. તેથી આમ બૂમો પાડી પાડીને અમે કહીએ છીએ ને કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો. પરપોટો ફૂટશે પછી નહીં થાય.
પ્રશ્નકર્તા : પરપોટાને એક્સટેન્શનની અરજી કરવાની બધાએ ભેગા થઈને.
દાદાશ્રી : એ તો બધા કરે જ છે ને ! વિધિ કરે છે, ત્યારે બધા સવારના પહોરમાં (પ્રાર્થના) કરે છે કે હે ભગવાન, દાદાજીને રાખજો. મારા મનનું સંધાય એટલે હું જાણું કે આ મહીં સંધાય છે શી રીતે આ
બધું ?