________________
૩૩૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
તમે જાણી જશો. અત્યારે જો આરોપણ કરશો તો મૂરખ બનશો. અત્યારે આરોપણ કરશો તો અવળે રસ્તે જતા રહેશો. અત્યારે તો એમ જ કહેવું કે “એ આત્મા જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી છે, ઉપયોગમય આત્મા છે.” એ બધું અત્યારે તો બોલવાનું. આપણે સુરતના સ્ટેશને હોઈએ અને પછી કહીએ, મુંબઈ આવી ગયું. ઊતરી જઈએ તો શું થાય ?
પ્રશ્નકર્તા રખડી મરે.
દાદાશ્રી : અત્યારે તો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી છે. આ તો તમને જાણવા માટે કહું છું કે મૂળ હકીકત શું છે તે.
પ્રશ્નકર્તા આત્માને નિર્વિશેષ કહો છો તો એય એનું વિશેષણ થયું કે નહીં ?
દાદાશ્રી : ના, એ આપણે સમજવા માટે છે. એટલે એ મૂળ આત્મા માટે નથી. વિકલ્પો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી દાટા માર માર કર્યા આ લોકોએ. વિકલ્પોને દાટા માર માર કર્યા છે, પણ તોય આગળ વિકલ્પ ઊભા થાય તો ફટ દાટો મારી આપે. આત્માને વિશેષણો વ્યવહારની ભાષામાં, તત્ત્વ રૂપે તિર્વિશેષ
પ્રશ્નકર્તા ઃ એટલે એને વિશેષણો લગાડવાની જરૂર નથી.
દાદાશ્રી : આત્મા નિર્વિશેષ છે, એને વિશેષણ હોય જ નહીં. પણ છતાં વ્યવહારમાં કહેવું પડે, ઓળખવા માટે. વ્યવહારમાં આપણે શું કહેવું પડે ? કે ભઈ, આ ઘઉંની ગુણ છે એટલે તમે વેપારીને પૂછો કે આ ઘઉંની ગૂણો છે ? ત્યારે કહે, હા. પણ આપણે ખાતરી ના થાય, વખતે ખોટી હોય ને બીજી વળગાડે તો શું થાય ? એટલે આપણે બીજા કોઈને, બહારવાળાને બોલાવીએ, તે બહારવાળા હવે ચીપિયો નાખીને જુએ અંદર ને પછી કહે કે ભઈ, ઘઉંની જ છે, તમે લઈ જાવ. પછી આપણે એ ઘઉંની પાંચ ગૂણો લઈ ગયા એટલે પછી ઘેર વાઈફને કહીએ કે હું દળવા માટે મોકલી દઉં છું, ત્યારે એ ના પાડે. કેમ ના પાડતા હશે ?
પ્રશ્નકર્તા ઃ અંદર કચરો હોય.