________________
(૧૬) નિર્વિશેષ
૩૩૧
પ્રશ્નકર્તા : તો પછી મૂળ આત્માનું તો ખાલી જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ એટલું જ રહ્યુંને ? બીજું કશું જ ના રહ્યું ને?
દાદાશ્રી : ત્યાં પહોંચી ગયા પછી એય નથી રહ્યું. એ તો આપણે નામ આપ્યું. એ તો પરમાત્મા છે, બીજું કશું છે જ નહીં.
(મૂળ આત્મા) નિર્વિશેષ છે, નિર્વિશેષ ! જેને વિશેષણ હોય ને, તે વિશેષણ તો ઓગળી જાય તો પાછું શું રહી ગયું ? વિશેષણનો સ્વભાવ, કોઈ પણ વિશેષણ તમને આપે, તે જ્યારે-ત્યારે ઓગળ્યા જ કરે. પાછા હતા ત્યાંના ત્યાં, તે જ જગ્યાએ આવી ગયા. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી અત્યારે, મૂળ જગ્યાએ નિર્વિશેષ
પ્રશ્નકર્તા આત્માને જો કંઈ જ વિશેષણ ના હોય તો શુન્યવાદ આવ્યો.
દાદાશ્રી : ના, શૂન્યવાદેય નહીં, શબ્દ જ નથી ત્યાં આગળ. જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી કલ્પના છે. પછી ર્નિવિકલ્પ કલ્પના હોય છે ને વિકલ્પય કલ્પના હોય છે.
પ્રશ્નકર્તા તો શું છે ત્યાં ?
દાદાશ્રી : શબ્દાતીત, ત્યાં કશું પહોંચે નહીં. મૂળ આત્મા, ત્યાંય શુદ્ધાત્માય શબ્દ એનો હોતો નથી. આપણે આ તો આરોપણ કર્યું છે આમ ઓળખવા માટે કે આ શું છે ને આ શું છે એમ ભાગ પાડવા માટે.
પ્રશ્નકર્તા: હા, તો પછી છેવટે એ તો ખરું ને કે આ બધું શું છે ? દાદાશ્રી : પરમાત્મા છે.
પ્રશ્નકર્તા : પ્રકાશ નહીં, આનંદ નહીં, હું નહીં તો શું છે એ બધું ? તમે કહો છો કે શબ્દો એક બાજુ મૂકી દો. મૂકી તો દીધા, પણ હવે શેનો પુરુષાર્થ કરવાનો ? અમે ઘેરથી અહીં સત્સંગમાં આવીએ છીએ શા માટે આવીએ છીએ ?
દાદાશ્રી : એ તો એવું છે ને, કે હવે આ શબ્દ તમારે સમજવા માટે નથી, આ જાણવા માટે કહું છું. એ તો જ્યારે તે જગ્યાએ જશોને ત્યારે