________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : હવે અહીં જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું થયું એ કહું તમને ? ભલે એ મનમાં માની બેસે કે મારે બધું થઈ ગયું છે, પણ શું થયું તે કહું કે ‘હું અનાસક્ત છું’ એ પ્રતીતિ બેઠી છે, વર્તનમાં નથી એ. હવે એ પ્રતીતિ બેઠા પછી ધીમે ધીમે ધીમે એના તરફ, એના પ્રવર્તન ભણી જયા જ કરે છે. અત્યારે માની બેસે કંઈ દહાડો વળે ? નહીં. એટલે આ જે ચંપલ જડતા નથી અને તેમાં આસક્તિ દેખાય છે તે ‘આ મારું સ્વરૂપ ન્હોય, હું અનાસક્ત છું' એમ કહેવું.
૩૨૮
શુદ્ધાત્મા અનાસક્ત, આસક્તિ રહી ચંદુભાઈમાં
એવું છે ને, આત્મા નિરંતર અનાસક્ત જ હતો, અનાસક્ત રહેશે ને અનાસક્ત છે જ. તમે જો આત્મા થયા હોય તો આસક્ત કોણ છે ? ચંદુભાઈ. કોર્ટની કંઈ આસક્તિ હોય તોય ચંદુભાઈને છે, ઘરની હોય તે ચંદુભાઈને છે. તે આપણે જાણવી જોઈએ કે ચંદુભાઈમાં છે. એનો કંઈ દંડ નથી. તમે ચંદુભાઈ છો, તે એનો દંડ છે.
બાકી તમે તો અનાસક્ત (નિષ્કામ સ્વભાવી) છો જ. અનાસક્તિ કંઈ મેં તમને આપી નથી. તમારો સ્વભાવ જ છે અને તમે એમ માનો, કે દાદાનો ઉપકાર મને અનાસક્તિ આપી. ના, ના, મારો ઉપકાર માનવાની જરૂર નથી. તમારો પોતાનો સ્વભાવ છે. તમને કેમ લાગે છે, ચંદુભાઈ ? તમારો પોતાનો સ્વભાવ કે મેં આપ્યું ?
પ્રશ્નકર્તા ઃ પોતાનો જ ને !
:
દાદાશ્રી : હા, એવું બોલોને જરા. બધુંય ‘મેં આપ્યું, મેં આપ્યું’ કરો તે ક્યારે પાર આવશે ?
પ્રશ્નકર્તા : પણ દાદા, તમે એનું ભાન કરાવ્યુંને ?
દાદાશ્રી : હા, પણ ભાન કરાવ્યું એટલું. બીજું બધું ‘મેં આપ્યું છે’ એમ કહો, પણ બીજું તો તમારું છે ને તમને આપ્યું.
પ્રશ્નકર્તા : એ દાદા, અમારું છે એ આપે અમને આપ્યું, પણ અમારું હતું એવું અમે ક્યાં જાણતા હતા ?