________________
(૧૫.૨) અનાસક્ત
૩૨૯
દાદાશ્રી : જાણતા નહોતા પણ જાણ્યું ને છેવટે, જાણ્યું એનો રોફ તો જુદો જ ને ! જાણ્યું તેનો રોફ કેવો પડે, નહીં ? કોઈક ગાળ ભાંડે તોય એનો રોફ ના જાય. હા, એ કેવો રોફ પડે ! અને પેલો રોફવાળાનો? “આમ આમ ના કર્યું હોયને, આમ કરવાનું રહી ગયું રિસેપ્શનમાં, તો ટાઢોટપ. “બધાને કર્યું ને હું રહી ગયો.” જો આ રોફ ને એ રોફમાં કેટલો ફેર ?
પ્રશ્નકર્તા : એટલે પહેલા જેમાં આસક્ત હોઈએ છીએ, ત્યાં જ પછી અનાસક્ત પર આવશે ?
દાદાશ્રી : હા, એ તો રસ્તો જ એ છે ને ! એ એના સ્ટેપિંગ જ છે બધા. બાકી છેવટે અનાસક્ત યોગમાં આવવાનું છે. પ્રત્યેક અવસ્થામાં અનાસક્ત યોગ એ જ પૂર્ણ સમાધિ.