________________
[૧૫.૨]
અનાસક્ત સ્વતા ભાવે થયો પોતે અનાસક્ત-અકામી પ્રશ્નકર્તા: આ જે જીવાત્મા છે, એને અનાસક્ત ભાવમાં આવવું છે ને ?
દાદાશ્રી : હા, અનાસક્ત થવું છે એને. કારણ કે પોતે અનાસક્ત જ છે, પણ આ પોતાનું ભાન ખોઈ નાખ્યું છે. પોતાનું ભાન ઉત્પન્ન થાય, “અનાસક્ત છું એવું એ ભાન થઈ ગયું, (હું ચંદુ છું એ) છૂટી ગયું તો અનાસક્ત છે, અકામી છે.” કોઈ પણ વસ્તુ એમાં છે નહીં, ક્રોધ-માનમાયા-લોભ કશું. આ ક્રોધ-માન-માયા-લોભ એ તો આત્મા-અનાત્મા, જ્ઞાન-અજ્ઞાનના બંધરૂપ છે, સાંકળ છે, નહીં તો અનાસક્ત ભગવાનને આસક્તિ ક્યાંથી ? ભગવાન અનાસક્ત ! મહીં બેઠો છે શુદ્ધાત્મા તે અનાસક્ત છે અને તે અકામી છે પાછો. અને આ બધા કામનાવાળા. આસક્તિ ત્યાં કામના. લોક કહે છે, હું નિષ્કામ થયો છું. તે આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ.
પ્રશ્નકર્તા ઃ આસક્તિ નથી એ અનાસક્ત ભાવ ?
દાદાશ્રી અનાસક્ત તો વસ્તુ જુદી છે. અનાસક્ત તો કોઈ માણસ હોઈ શકે નહીં. અનાસક્ત તો આત્મા એકલો જ છે. શુદ્ધાત્મા એકલો જ અનાસક્ત છે. અનાસક્ત ભાવ એટલે મૂળ સ્વરૂપને પામ્યા છે તે. જેમ