________________
(૧૫.૧) વિકારી-નિર્વિકારી
૩૨ ૫.
સ્વરૂપજ્ઞાતથી અપ્રતિબદ્ધ, રહે વિકારોમાંય નિર્વિકાર
માણસને મુક્તપણાનું ભાન થવું જોઈએ. એ મોક્ષભાવ કહેવાય. મને નિરંતર મુક્તપણાનું ભાન રહે છે, “એની વ્હેર', “એની ટાઈમ”. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કોઈ મને પ્રતિબદ્ધ કરે નહીં. (કોઈ) વસ્તુ પ્રતિબદ્ધ કરનારી નથી. આ તો પાડાને વાંકે પખાલીને ડામ દે દે કર્યા કરે છે.
પ્રશ્નકર્તા : તો પછી પ્રતિબદ્ધ કોણ કરે છે ?
દાદાશ્રી : સ્વરૂપનું અજ્ઞાન પ્રતિબદ્ધ કરનારું છે. હું એ જ કહેવા માગું છું કે તમે આ વિકારોમાં નિર્વિકાર રહી શકો છો. આ વિકાર એ વિકાર નથી, આ તો દષ્ટિફેર છે. આ પ્રતિબદ્ધ કરનારી વસ્તુ જ નથી. તમારી દષ્ટિ વાંકી છે, તો જ પ્રતિબદ્ધ કરે છે.
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હું સંપૂર્ણપણે નિર્વિકારી થઈ ગયો કે મારો માલ સંપૂર્ણપણે ખપી ગયો એની શી નિશાની ?
દાદાશ્રી : નિશાની તો નિરંતર સમાધિ રહે. આપણને ઉપાધિમાંય સમાધિ રહે.
પ્રશ્નકર્તા: એ તો અત્યારે પણ થોડું ઘણું તો રહે જ છે પણ ?
દાદાશ્રી : ના, પણ સંપૂર્ણ રહે છે તો એ જ નિશાની, બીજું કશું નહીં. નિરંતર જાગૃતિ, એ જ સંપૂર્ણ.
પ્રશ્નકર્તા : એ ઉપાધિ તો આમ જતી રહી. અમે ચિંતામુક્ત થઈ ગયા, તમે બનાવી દીધા. તોય પણ એનીય કંઈક નિશાની હશેને કે, અમને કંઈક એવું વિઝન થાય કે આ પ્રમાણે થાય તો અમે એ પ્રમાણે જાગ્રત થયેલા છીએ પૂર્ણ ?
દાદાશ્રી : વિઝન તો મોટામાં મોટું થઈ ગયું. વિઝન તો હું શુદ્ધાત્મા છું” એ વિઝન ને બીજામાં શુદ્ધાત્મા દેખાય છે એ વિઝન. બીજા વિઝન કામના નહીંને ! બીજા વિઝન તો બધા નકામા, નાટકીય વિઝન કહેવાય.