________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
વિષયોનો વિકાર. પાંચ ઈન્દ્રિય વિષયો, એના વિકારો છે. અને મોક્ષ એટલે નિર્વિકાર. આત્મા નિર્વિકાર છે. ત્યાં રાગેય નથી ને દ્વેષેય નથી.
૩૨૪
પ્રશ્નકર્તા : નિર્વાસનિક એટલે વાસના વિનાનું. વાસના વિનાનું બનવાનું એ તો ચૈતન્ય જાગૃતિ માટે જ ને ? વાસના વગર રહેવાનું, નિર્વાસનિક.
દાદાશ્રી : વાસના વગર કોઈ રહી શકે જ નહીં. નિર્વાસનિક પણ એક જાતની વાસના જ છે, નિર્વાસનિકપણું કહે છે તે. ‘હું નિર્વાસનાવાળો છું' તો એ પણ વાસના જ છે.
પ્રશ્નકર્તા : વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક નાવડું તો હોવું જોઈએ ને ?
દાદાશ્રી : હા, એના માટે આત્માનું જ્ઞાન હોય છે, એ મેળવવું જોઈએ. આ સંસારમાં જ્ઞાન એ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિજન્ય જ્ઞાન છે ?
દાદાશ્રી : હા, એટલે સ્વયં પ્રકાશિત જ્ઞાન જોઈએ, જેને વિજ્ઞાન કહેવામાં આવે છે. એ વિજ્ઞાન જોઈએ. એ તો કોઈ જ્ઞાની પુરુષ હોય ત્યારે એની દૃષ્ટિ બદલાય, નહીં તો દિષ્ટ નથી બદલાતી. રોગ છે ને એ માટે. એટલે દેખે કે તરત રોગ ઊભો થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ કારણ કે અહીંયા કર્મની નિર્બળતા પડેલી છે. એ સબળ નથી થયો અહીંયા.
દાદાશ્રી : એ પરસત્તામાં છે ને !
પ્રશ્નકર્તા ઃ એ પરસત્તામાં છે. એ સ્વસત્તામાં હોય તો એ વસ્તુ ન બની શકે.
દાદાશ્રી : હા, હમણે એકલા હોયને તો ત્યાગી પુરુષને કશું હરકત ના આવે. તે કો'ક દેખાય કે મનમાં આમ વિકારભાવ ઉત્પન્ન થઈ જાય. એ જ્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી નિર્વિકારી થઈ શકે નહીં.