________________
(૧૫.૧) વિકારી-નિર્વિકારી
૩૨૩ દૂધ મૂકીએ અને સવારમાં દહીં થઈ જાય એ વિકારી કહેવાય. આપણે એને દહીં કરવું હોય તો તો જુદી વસ્તુ છે, પણ દૂધ મીઠું હતું ને એમ ને એમ એની મેળે ખાટું થઈ ગયું એ વિકારી ના કહેવાય. આપણે કર્યું હોય એ જુદું અને એની મેળે થઈ જાય એ જુદું.
શુભાશુભ બધું વિકાર, જ્ઞાતક્રિયા નિર્વિકાર મોક્ષે જવું હોય તો એક માણસ દાન આપે છે તેય વિકાર કહેવાય, જો દયા રાખે છે તેય વિકાર કહેવાય, બધું જ વિકાર કહેવાય. અને સંસારમાં નામ કાઢવું હોય તો દયા રાખે, શાંતિ રાખે તો એ નિર્વિકાર કહેવાય અને એ જૂઠું બોલે, લુચ્ચાઈ કરે, ચોરીઓ કરે, એ વિકાર કહેવાય. એટલે મોક્ષે જવું હોય તો વિકારી સ્વભાવ આવો કહેવાય, જે બધું સારું કરે છે ને એ બધાય વિકારી.
પ્રશ્નકર્તા: મોક્ષે જવું હોય તેને સારું કરે છે એય બધા વિકારી ?
દાદાશ્રી: હા, મોક્ષે જવું હોય તો બધો વિકાર જ છે આ ! વિકાર એટલે આ કરવાનો ભાવ રાખવો નહીં, તો જ મોક્ષે જાય. નિર્વિકારી સ્વભાવ ! આ “કારી” સ્વભાવ નહીં, વિ-કારી. વિકાર. વિ-ક્રિયા કરનારો. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ, જ્ઞાનક્રિયા કરવાનો છે. આ વિકાર, “કાર” ખરા પણ વિકાર ! આ જગત બધું એ વિકારી જ છે, જ્ઞાની જ નિર્વિકારી કહેવાય.
પ્રશ્નકર્તા: આ તો આપણે એવું સમજીએ છીએ કે ખરાબ વિચાર આવ્યો એટલે વિકારી. એટલું જ સમજતા'તા..
દાદાશ્રી: લોકો એને વિકારી કહે, કારણ કે વચ્ચે સબ સ્ટેશન છે ને, પુણ્યનું, દાનનું ! એટલે શુભાશુભને, અશુભ કરે એ વિકાર અને શુભ કરે એ વિકાર નહીં એવી માન્યતા છે એ. જ્યારે મોક્ષે જવું હોય તો શુભાશુભ બનેય વિકાર છે.
આત્મજ્ઞાતે પ્રાપ્ત થાય તિર્વિકારીપદ વિકારથી જ સંસાર ઊભો થયો છે આ બધો. આ સંસાર એટલે