________________
(૧૫.૧) વિકારી-નિર્વિકારી
પ્રશ્નકર્તા ઃ એટલે આ અહંકાર તો છે જ. અહંકાર તો જે અસ્તિત્વ હતું પણ એ સંજોગો પ્રમાણે બદલાય એનું.
દાદાશ્રી : અહંકાર ના હોય તો આ કશું થાય જ નહીં.
પ્રશ્નકર્તા : આ કશું એટલે ?
દાદાશ્રી : આ વિકાર જ ના થાય અને એ પાછો નિર્વિકારેય ના થાય. અહંકાર છે તો થાય છે.
‘હું'તી વર્તતાએ, વર્તાય વિકારી-તિર્વિકારીપણું
પ્રશ્નકર્તા : મૂળ આત્મા તો નિર્વિકારી જ છે !
૩૨૧
દાદાશ્રી : ત્યાં તો વિકાર હોય જ નહીં. અકામી, અનાસક્ત ! પ્રશ્નકર્તા : એટલે આ અહંકારેય તે રૂપ થઈ શકે છે એટલો ? અહંકાર પણ નિર્વિકાર થઈ શકે છે ?
દાદાશ્રી : નિર્વિકારી જ છે. એને વળી કહે છે. ‘હું શુદ્ધાત્મા’ ત્યાં શુદ્ધ થઈ ગયો અને ‘હું વિકારી છું’ તો વિકારી થઈ ગયો. નિર્વિકારી તો નિર્વિકારી, હું બ્રહ્મચારી તે બ્રહ્મચારી થઈ ગયો.
હું ક્યાં વર્તે છે તેનાથી નિરાગીપણું તથા નિર્વિકારીપણું સમજી શકાય. આ ‘હું નહોય’ ને ‘મારું નહોય’ એ નિર્વિકારી છે. ‘આ હું છું’ અને ‘આ મારું છે’ એ વિકારી સંબંધ છે. વિકારી સંબંધ તે પ્રતિષ્ઠિત આત્માનો છે, શુદ્ધાત્મા તો નિર્વિકારી છે.
પુદ્ગલપક્ષી અહંકાર, કરે બધું વિકારી
પ્રશ્નકર્તા : આત્માની હાજરી વગર આ વિકારી ગુણો ઉત્પન્ન થાય નહીં, તો પેલાને વિકારી થવામાં હાજરીનું નિમિત્ત એમાં શું કામ કરી જાય છે કે જેથી પેલું વિકારી બને છે ?
દાદાશ્રી : આ સૂર્યની હાજરીથી પેલા સેલ ભરાય છે ને ? તેમ આત્માની હાજરીથી બધું થઈ જાય છે. એમાં આત્મા, ભગવાન કશું કરતા નથી. એ તો પ્રકાશ આપે છે જીવમાત્રને.