________________
ભડકાટ એ દેહનો ગુણ છે, એ સંગી ચેતનાથી રહે છે અને ભય એ આત્માની અજ્ઞાનતાથી રહે છે.
પરભાવથી આત્માને અસંગ કરવો, તે ક્રમિક માર્ગ અને અક્રમ માર્ગે મહાત્માઓને અસંગ આત્મા પ્રાપ્ત થઈ ગયો, દાદા ભગવાનની કૃપાથી ભેદવજ્ઞાન થકી.
અજ્ઞાનીને વિષય બંધનું કારણ છે અને જ્ઞાનીને વિષય નિર્જરાનું કારણ થાય છે. કારણ કે વિષય એ નો કષાય છે. વિષયો વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે. માટે વિષયથી ડરો.
મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું, પણ પેલા પાછલા ભાસ્યમાન પરિણામ એ જાગૃતિને ફેરવી નાખે છે. અસંગતા અનુભવમાં આવવી જોઈએ અને નબળાઈઓ જવી જોઈએ. એને માટે પોતે રોજ ત્રણ સામાયિક કરે, ત્યારે સંગી ક્રિયાઓમાં આમ એ અસંગવૃત્તિ અનુભવે. પોતે છૂટો જ છે, એવું ભાન રહેવું જોઈએ.
જેટલી મિનિટ પોતે અસંગ રહે એટલી મિનિટ મુક્તિ અનુભવે અને વીતરાગને કાયમ મુક્તિ હોય.
સંયોગોના સંગથી બંધન અને સંયોગોથી અસંગ એનું નામ મુક્તિ. [૭] નિર્લેપ-અલિપ્ત
[૭.૧] આત્મા સદા નિર્લેપ જ
જીવ માત્રનો આત્મા દેહમાં નિર્લેપ જ છે. સંસારમાં આ જે બધું ઊભું થયું છે એ વૈજ્ઞાનિક અસર છે. આત્માને શરીર સાથે (ખરેખર) કંઈ સંબંધ જ નથી.
મૂળ આત્મા પ્રકાશસ્વરૂપ જ છે. જેમ દીવાનો પ્રકાશ હાથ ઉપર પડે તો અજવાળું હાથને લેપાયમાન ના કરે, તેવો આત્મા દેહમાં તદ્દન જુદો, નિર્લેપ જ રહ્યો છે.
ગમે તેને અડીને બેસે તોયે અસંગ, ગમે તેવું રૂપાળું દેખે તોયે ચોંટે નહીં, એવો નિર્લેપ આત્મા છે.
39