________________
મહાત્માઓને પ્રતીતિદશા છે તેથી તેઓ કોઈ પણ અવસ્થામાં અસંગ રહી શકે, જ્યારે દાદાશ્રીને નિરંતર આત્મ અનુભવદશા હોય તેથી તેઓ કોઈ પણ અવસ્થામાં નિર્લેપ રહે.
‘હું શુદ્ધાત્મા છું’ એ જ અસંગપણાનું લક્ષ છે. અસંગપણું એ જ વિરતિ (ક્રોધ-માન-માયા-લોભથી અટકવું તે) છે.
નિશ્ચયથી મહાત્માઓને અસંગપદ પ્રાપ્ત થયું છે. અવિરતિપદ (નિરંતર આત્મામાં રહેવું) છે આ. એટલે હવે ફાઈલોના સમભાવે નિકાલ બાકી રહ્યા છે. આજ્ઞામાં રહે એટલે નિકાલ થતો જાય.
આજ્ઞા એટલા માટે પાળવાની કે જે રાઈટ બિલીફ પોતાને પ્રાપ્ત થઈ છે તે બદલાઈ ના જાય. આજ્ઞા એ પ્રોટેક્શન (રક્ષણ) છે.
આ સંસારમાં લોકોના કુસંગમાં રહેવાનું અને અસંગ રહેવું તે આજ્ઞાના આધારે રહી શકાય.
પૌદ્ગલિક સંગને કુસંગ કહેવાય. પોતે અસંગ છે એ અનુભવવા ના દે, તે કુસંગ. ખરો સત્સંગ તે અસંગ-સત્સંગ. નહીં તો કુસંગ અને સત્સંગ બન્ને જાળો છે.
આ ચંદુભાઈ ભજિયાં કે રસ-રોટલી ટેસ્ટબંધ ખાય તેમાં અહંકાર છે, હું નથી. ક્રિયાઓ બધી જ જડની છે, આત્માને લેવાદેવા નથી.
ક્રિયા એટલી નજીક છે કે ભ્રાંતિ ઊભી થાય છે કે હું જ જમું છું. પણ હું ખાતો જ નથી, હું જુદો જ છે તે વખતે. જુદો હોય તો જ જાણી શકે.
આ ચરણિવિધ એ તો સંગી બોલે છે કે ‘હું અસંગ છું.’ એ જ અસંગ થવા માટેનો એનો પુરુષાર્થ છે. મૂળ આત્મા તો નિરંતર અસંગ જ છે.
જ્ઞાન આપ્યા પછી, એક વખત અસંગ થયા પછી પોતે સંગી ના થાય. એક વખત નિર્લેપ થયા પછી લેપાયમાન ના થાય. સંગ ચંદુને અડે, પોતે તો જાણ્યા જ કરે. માટે આ પોતાનો સ્વભાવ આપણે પકડી રાખવો અને તે રૂપે રહેવું.
દેહ એ સંગી ચેતના છે, એને ‘નિશ્ચેતન ચેતન' કહ્યું.
38