________________
નહીં એવો છે, અસંગ છે. એ સંગી ક્રિયાઓનો જાણનારો છે, સંગી ક્રિયાઓનો કરનારો નથી.
ક્રમિક માર્ગે સંગી ક્રિયાઓને છોડશો તો છૂટશો એવું કહેવામાં છે, જ્યારે અક્રમ વિજ્ઞાન જે અસંગ છે તેને અસંગપણાનું ભાન કરાવે છે.
સંગી ક્રિયા પૂળ છે, આત્મા સૂક્ષ્મતમ છે. બેઉને ભેગા કરવા હોય તોય થાય નહીં. આત્મા ક્ષણ વાર પણ રાગ-દ્વેષી થતો નથી, અનાત્મા થતો નથી. ફક્ત પોતાને રોંગ બિલીફ બેસી ગઈ છે કે “આ હું કરું છું.”
ક્રિયા એક જ પ્રકારની આરોપિત ભાવથી કરે તો સંસાર, સ્વાભાવિક ભાવથી કરે તો લેવાદેવા નથી.
જેટલા વિકલ્પો એટલા આ અવલંબનો છે. એ વિકલ્પો છૂટી ગયા કે નિરાલંબ થતો જાય. નિરાલંબ એટલે એબ્સૉલ્યુટ સ્થિતિ. અસંગ, નિર્લેપ, નિરપેક્ષ બધા શબ્દો ભેગા કરે ત્યારે એબ્સૉલ્યુટ થાય.
[૨] અસંગ તે નિર્લેપ આત્મા પોતે સ્વભાવથી જ અસંગ છે. કોઈની જોડે સંયોગ થયો છે પણ સંગ થયો નથી. સંગ થયો હોત તો છૂટો ના પડત.
પોતે આટલું બધું સંસારી કાર્ય કરવા છતાં અસંગ રહે છે. આટલા બધા સંસારી ભાવ છે, આટલા બધા કાર્યમાં લેપાયમાન દેખાય છે, છતાં આત્મા પોતે નિર્લેપ છે અને એવો આત્મા જ્ઞાનીએ જોયો છે, તો જ બીજાનો આત્મા છૂટો પાડી શકે.
અસંગ અને નિર્લેપમાં ફેર. અસંગમાં એમ લાગે કે કોઈ પાછળ અડ્યું છે પણ કોઈ અડ્યું જ ના હોય, વચ્ચે અવકાશ જ હોય અને નિર્લેપમાં તો અડ્યું જ ના હોય. (એટલે અડ્યું છે એવું ઊભું થાય જ નહીં.)
અસંગવાળો ફરી ચોંટી જાય, પણ નિર્લેપવાળો ક્યારેય લેપાયમાન ના થાય.
અસંગવાળાને અસંગનું ભાન રહે, જ્યારે નિર્લેપવાળાને નિર્લેપ પણાનું ભાન ના રહે (નિર્લેપતા સહજ વર્ત).
37