________________
ભાસતો નથી. અક્રમ વિજ્ઞાનમાં નિજ ભાન પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પોતે અસંગ થઈ જાય છે.
ક્રમિક માર્ગે સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું ભાન પ્રગટે. હવે બધા સંગની નિવૃત્તિ ક્યારે થાય ? ક્રમિક માર્ગે તો બધું છોડવું જ પડે અને અક્રમમાં જ્ઞાન મળતા જ અસંગનું ભાન થઈ જાય છે. હવે સંયોગોનો સમભાવે નિકાલ કરવાનો રહ્યો.
ક્રમિક માર્ગે કહે કે સર્વ ભાવથી અસંગપણું થવું તે દુષ્કરમાં દુષ્કર સાધન છે. છતાં અક્રમ માર્ગે સર્વભાવથી અસંગપણું પ્રાપ્ત થઈ જાય છે. પોતે ચંદુભાઈ તો ભાવ આવે, પણ પોતે શુદ્ધાત્મા થયો પછી સ્વભાવ રહ્યો.
કૃપાળુદેવે કહ્યું, નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી નિઃસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે. અહીં અક્રમમાં આત્મા સંબંધી નિઃશંકતા ઉત્પન્ન થઈ. હું શુદ્ધાત્મા, તો પોતે નિઃશંક થઈ ગયો. નિઃશંક આત્માથી નિર્ભયતા આવે અને પછી અસંગ રહી શકે.
આવાં જ્ઞાનવાક્યો કોઈ પુસ્તકમાંય ના હોયને ! આ તો દાદાશ્રીએ મૂળ આત્મા જેવો જોયો છે તેવો કહ્યો છે. એને શબ્દોથી, સંજ્ઞાથી સમજાવી શક્યા છે. આ તો આગવું સંપાદન છે, મૌલિક વાતો છે બધી અને એની પાછળ અલૌકિકની મહોર વાગી છે ! પોતે પૂર્ણ સ્થિતિમાં પહોંચ્યા, તેથી જગતને આ અક્રમ વિજ્ઞાન આપી શક્યા !
કૃપાળદેવ અસંગ રહી શકેલા. તેમના જેવા જ્ઞાની જ સમજી શકે કે જે ત્રિકાળ અસંગ રહેતા હશે એમની કેવી દશા હશે !
જગત જીતવું સહેલું છે, પણ એક સમય અસંગ રહેવું મહા વિકટ છે. ત્યાં જ્ઞાની પુરુષ દાદાશ્રી નિરંતર અસંગ દશામાં વર્તે છે અને આ જ્ઞાન મળતાની સાથે મહાત્માઓને પણ અસંગ બનાવી દે છે.
દેહ બીજાને અડ્યો તે સંગી ક્રિયા. મન કોઈ માટે વિચારે, કોઈ માટે વાણી બોલ્યા તે સંગી ક્રિયા. “ચંદુ, મેં આ કર્યું તે સંગી ક્રિયા. એ બધું અનાત્માનું છે, અવસ્તુને ટચ થાય છે. આત્મા કોઈને ટચ થાય
36