________________
પોતાનો જે અસંગ સ્વભાવ છે, તે સ્વભાવ ઉત્પન્ન થઈ જવો જોઈએ. પોતાના સ્વભાવમાં આવ્યો એટલે પોતે અસંગ જ છે, નિર્લેપ જ છે. પોતે શુદ્ધાત્મામાં રહે તો અસંગ જ રહે.
સંગદોષ એટલે આત્માને જડનો જે સંગ થયો, તેના દોષથી આ ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયા, તેનાથી પોતાનું જગત ઊભું થયું. બે તત્ત્વો છૂટા પડી જાય, પોતે અસંગ થાય તો સંગદોષ જીતાય.
ક્રમિક માર્ગે આત્માને અસંગ કરવા, નિર્લેપ કરવા ત્યાગ કરે છે. આત્માને સ્થિર કરો, કહે છે. પણ એ વ્યવહાર આત્માને જ મૂળ આત્મા માનીને કરવા જાય છે. બાકી મૂળ આત્મા અસંગ જ છે, નિલેપ જ છે, સ્થિર જ છે. પોતાને એ ભાન થવું જોઈએ.
મૂળ આત્મા અસંગ જ છે, જ્યારે વ્યવહાર આત્મા ચિંતવે તેવી અસર પામે. કારણ કે પોતે સંગની અસરવાળો છે. હું અસંગ છું” ચિંતવે તો અસંગ થઈ જાય. હું સંગી છું ચિંતવે તો એવી અસર થાય.
અસંગ છું” એ ભાન જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થાય. એ પોતે નિત્ય મુક્ત, નિત્ય સમાધિવાળા, નિત્ય આત્મા થયેલા છે. જેનું અનિત્યપણું સર્વથા છૂટી ગયેલું છે, સનાતનપણું પ્રાપ્ત થયેલું છે, એવા જ્ઞાની પુરુષ પાસે અસંગ થવાય.
આ વિજ્ઞાન એવું છે કે સંસારમાં રહે છતાં પોતે અસંગ જ રહે. બહારનો ભાગ સંગવાળો છે અને પોતે અસંગ છે.
અવસ્થામાં અસંગ રહેવાય તે જ આત્મ અનુભવ છે. એટલે આ સંગમાં અસંગ રહેવાની ક્રિયા શીખો. બાકી સંગ ખસેડીને ક્યારેય અસંગ નહીં થવાય.
મોટરની આગળ હેડ લાઈટ હોય, તે ખાડીમાં પડે તો ગંધાય ? કાદવવાળું થાય ? એવો આત્મા છે. આત્માને કષાય અડે નહીં, નિર્લેપ જ, અસંગ જ. અહંકારને બધુંય અડવાનું, કષાયો બધુંય.
કૃપાળુદેવે કહ્યું, અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. અજ્ઞાનદશામાં ભાન અવળું છે, માટે સંગી થયો છે. ભ્રાંતિને લીધે અસંગ
35