________________
આવ્યું હોય તો એ વખતે હું અગુરુ-લઘુ સ્વભાવવાળો શુદ્ધાત્મા છું' એવો જાપ એક ગુંઠાણું ચાલુ કરે તો મહીં પાર વગરનું સુખ વર્તે. આ જ્ઞાનદશામાં રહેવાનો ઉપાય છે.
પોતાનો અગુરુ-લઘુ સ્વભાવ છે એવું પોણો કલાક ધ્યાન કરે તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય.
[9] અસંગ
[૬.૧] સંગમાં એ અસંગ જ્યાં સંસારી લોકોની દૃષ્ટિ પહોંચી શકે નહીં ત્યાં આત્મા છે. એ નિર્લેપભાવે, અસંગભાવે જ રહેલો છે.
એ પોતે ડિવલપ થતો હું) પણ અસંગ સ્વભાવનો છે. એને સંગની જરૂર જ નથી. આ તો ભ્રાંતિથી માને છે કે મને આ વળગ્યું. બાકી કશું એને વળગ્યું જ નથી, અસંગ જ છે.
જીવમાત્રનો આત્મા નિર્લેપ, અસંગ જ છે. યે દ્રવ્યો અસંગ જ છે. આ સંગી થાય છે, સંગી દેખાય છે, એ એનો વિશેષભાવ છે. નિર્લેપ આત્માને કશું અડે નહીં. ક્રોધ-માન-માયા-લોભ હોય તોયે એ લેપાયમાન થાય નહીં. સંગમાં રહેતો હોવા છતાં એ અસંગી છે. તેને કોઈ ડાઘ પડે નહીં.
મૂળ આત્મા મિથ્યાત્વમાંય, ગાય-ભેંસમાંય અસંગ છે. કારણ કે સંગી ક્રિયા પૂળ છે, મન-વચન-કાયાની છે, પોતે સૂક્ષ્મ છે. સંગી ક્રિયાઓ પોતાની મનાય છે, એ ભૂલને લીધે પોતે બંધાય છે.
એ અસંગ આત્મા તો તેમજ છે, પણ આપણી બિલીફમાં અસંગ આત્મા છે નહીં. અસંગની બિલીફ બેસે તો અસંગ થવાય. દેહાધ્યાસ જાય પછી પોતાના અસંગ સ્વરૂપમાં નિરંતર રહે. દેહાધ્યાસને લઈને સંગી લાગે છે. અનંત અવતારોમાં આત્માએ કોઈ પણ દેહમાં દેહ સાથે સંગ કર્યો જ નથી, પોતે અસંગ જ રહ્યો છે.
ગીતામાં કહ્યું છે કે અસંગ શસ્ત્રથી સંસારવૃક્ષ છેદી શકાય. તે અસંગ શસ્ત્ર, અસંગ વાણીથી સમજાવી શકાય. માલિકી વગરની વાણી એ અસંગ વાણી કહેવાય.
34