________________
સંસારમાં રહીએ છતાં અસંગ-નિર્લેપ રહેવાય એવું જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી થઈ શકે. પોતે સંસાર વ્યવહારમાં પણ રહે અને આત્મામાંયે રહે.
જ્ઞાનવિધિમાં જે જ્ઞાનવાક્યો બોલાવે છે તે બોલવાથી જ પાપો ભસ્મીભૂત થાય, દર્શન બદલાય ને ભ્રાંતિરસથી ચોંટેલું છૂટું પડી જાય. તે પછી પોતે લેપાયમાન ભાવોથી નિર્લેપ થતો જાય.
સંસારના પ્રત્યેક સંજોગો પોતાને નિર્લેપ કરવા જ આવે છે. અસરો બંધ થતી જાય તેમ નિર્લેપ થતા જવાય. સત્સંગના પરિચયથી પોતે પોતાના પદમાં રહેવાય ને પારકી ટપાલો સ્વીકારવાની બંધ થાય.
જ્ઞાની પુરુષનો નિર્લેપ વ્યવહાર હોય. કોઈ પણ વસ્તુ સારી દેખે, તો તેને જોઈને આનંદ પામે પણ ક્યાંય ચોંટે નહીં. પછી બાવળેય સારું લાગે, ગુલાબેય સારું લાગે. નિર્લેપ વ્યવહાર પછી પાર વગરનો આનંદ રહે.
જ્ઞાની પુરુષને આત્મ પરિણામ અને અનાત્મ પરિણામ, બન્ને જુદુંજુદા વર્ત. કારણ કે નિર્લેપભાવ ઉત્પન્ન થઈ ગયેલો હોય.
દાદાશ્રીનો વ્યવહાર તેઓ બધામાં ભળતા રહે છતાં અંદરથી સંપૂર્ણ નિર્લેપ રહે, તેથી લોકોને સંતોષ થાય.
આની આ જ દુનિયા પણ જ્ઞાનીને સ્પર્શ નહીં, નિર્લેપ જ રહે, જ્યારે જગતના લોકોને સ્પર્શ, લેપાયમાન કરે.
[૭.૨] લેપાયમાતા ભાવો લેપાયમાન ભાવો એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારના ભાવો, બુદ્ધિના ડખા, મનના વિચારો, તરંગો બધું. પણ એ બધા નિર્જીવ ભાવો છે, જડ ભાવો છે. એ બધા લેપાયમાન ભાવોથી પોતે નિર્લેપ જ છે.
લેપાયમાન ભાવો શેય છે, આપણે જ્ઞાતા છીએ.
ના ગમતા મહેમાન આવે ત્યારે એમ થાય કે “આ ક્યાં આવ્યા એ લેપાયમાન ભાવ. એ ભાવોને આપણે ઓળખી જઈએ તો એ કશું અડે નહીં. એ પહેલા પૂરણ થયેલો માલ ગલન થાય છે.
રસ્તામાં એક્સિડન્ટ થયેલો જોયો હોય તો મનમાં ભાવ ઊભા થાય