________________
(૧૪) આત્મા થર્મોમિટર જેવો
૩૧૫
તો છે જ, પણ સત્તા પ્રાપ્ત થતી નથી. પરમાત્માની સત્તા ક્યારે પ્રાપ્ત થાય ? ભૂલ ભાંગે તો. એ ભૂલ ભાંગતી નથી ને સત્તા પ્રાપ્ત થતી નથી. અને આપણે પરમાત્મા છીએ, એવું લક્ષ બેઠું છે. એટલે હવે ધીમે ધીમે શ્રેણી માંડે એ. એટલે સત્તા પ્રાપ્ત થયા કરે.
પ્રશ્નકર્તા: આપે કહ્યુંને કે થર્મોમિટર બધું જ બતાવે છે એ કોણ? દાદાશ્રી : એ જ પ્રજ્ઞા, (જ્ઞાન પછી) ચેતવી ચેતવીને મોક્ષે લઈ
જાય.
થર્મોમિટરરૂપી આત્મા જ્ઞાયક, નહીં વેદક પ્રશ્નકર્તા: દાદા, હવે પોતાની ભૂલો તો દેખાય છે પણ શારીરિક પીડા વખતે થર્મોમિટર જેવું નથી રહેતું અને દુઃખનો ભોગવટો આવે છે.
દાદાશ્રી : ના, દુઃખ રહે તો પછી આત્મા જ હોયને ! તમે શુદ્ધાત્મા છો. તમારી દૃષ્ટિમાં દુઃખ જ નથી પણ દુઃખ લાગે છે તે તમે પ્રતિનિધિરૂપે થાવ, પ્રતિનિધિનું દુઃખ તમે સ્વીકારી લો છો.
કોઈ જગ્યાએ જાણકાર સેફ સાઈડની બહાર ના જાય. હવે ખરેખર પોતે જાણકાર છે, પોતે જાણે છે. આ તો દાઢ દુ:ખી તો કહે, મને દુ:ખી. અલ્યા, દાઢને દુઃખી દાઢ. હું જાણું છું કે ભઈ, આ કેટલી દુઃખે છે ! તું જાણું છું કે દાઢ વધારે દુઃખે છે કે દાઢ ઓછી દુઃખે છે. ઓછી થઈ તેને જાણે પાછો. હવે સારું છે, કહેશે. અલ્યા મૂઆ, તેની તે જ. વધતી'તી તેય જાણનાર હતો અને ઓછી થઈ તેય જાણનાર, આત્મા થર્મોમિટર છે. આત્મા વેદક નથી. શાસ્ત્રકારોએ વેદક લખ્યું. તે ક્રમિક માર્ગમાં. એ એમ કહે છે કે આ આત્મા જ ભોગવે છે અને તે ક્રમિક માર્ગમાં ભોગવે, અહંકાર રહ્યોને ! એમાં અહંકાર સાથે હોય ને ધીમે ધીમે અહંકાર ઘટવાનો. આપણો અહંકાર ઊડાડી મેલ્યા પછી એ આપણને વેદક ના રહે, જ્ઞાયક રહે.
પ્રશ્નકર્તા : જ્ઞાયક રહે. દાદાશ્રી : હું, થર્મોમિટર જેવો છે ને ! એને વેદકતા ના હોય.