________________
૩૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
જાણ્યું તેં આ ? ખાટું-મીઠું લાગ્યું એટલે દહીં છે, ખાંડ છે, બધો હિસાબ ખોળી કાઢ્યો. અને પછી મહીં ઈલાયચી છે, ચારોળી છે, દરાખ છે. ત્યારે આ ના આવડે ? પણ દાનત ખોરી છે. નવરા પડીને વિચારવું જ નથી. આમ જો રાત્રે શિખંડનું કહી આપે છે તો આ બધું ના આવડે ?
કૃપાળુદેવે કહ્યું છે ને કે આત્મા આમ થર્મોમિટર છે. તો થર્મોમિટર બોલ્યા પછી આપણે તાવ ચડ્યો-ઊતર્યો, ના ખબર પડે આપણને ? પણ એ દાનત જ ખોરી છે આ. અને બીજો એક પાડોશી મળે તેય દાનત ખોરીવાળો. “લ્યો, આ પેપર વાંચો, સાહેબ' એ કહેશે. મેર મૂઆ, પેપર શું કરવા વંચાવે છે ? બીજું કંઈક કહે, બોલને કંઈક સારું ! પેપર આપી જાય વાંચવા. એટલે એને લોકસંજ્ઞામાંથી બહાર ખસવા ના દે. કૃપાળુદેવે ઘણું કહ્યું, લોકસંજ્ઞા દુઃખદાયી છે, ત્રાસદાયી છે પણ તોય લોકસંજ્ઞામાં રહે છે ને લોકો નિરાંતે !
જ્ઞાત પછી થર્મોમિટર દેખાડે પોતાની ભૂલો પ્રશ્નકર્તા : દાદા, આ બધી સ્થળ વાતો થઈ, પણ પોતાથી જે અનંતી સૂક્ષ્મ ભૂલો થઈ રહી છે તેની ખબર મહીં શુદ્ધતા આવે, જ્ઞાન થાય પછી જ આત્મા ખરો થર્મોમિટર થાય છે ને ?
દાદાશ્રી : બરોબર છે આત્મા એકલો શુદ્ધ થવો જોઈએ, એ શુદ્ધતાને પામવો જોઈએ, કે જે આ ચંદુ (હું) ન હોય ને આ (હું) શુદ્ધાત્મા હોવું જોઈએ. તે આપણે ત્યાં જ્ઞાન મળ્યા પછી આત્મા ખરો થર્મોમિટર જેવો થાય.
બાકી અજ્ઞાનતામાં પોતે સહજ સ્વભાવે જે કાર્ય, ક્રિયા કરતો હોય ને, એમાં પોતાની ભૂલ છે એવું ક્યારેય દેખાય નહીં. ઊલટું ભૂલ દેખાડે તોયે પણ એને ઊંધું દેખાય. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એને પોતાની ભૂલ ના દેખાય. એ તો આત્મસ્વરૂપ થાય પોતે, જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય તો આત્મા એકલો જ થર્મોમિટર સમાન છે કે ભૂલ દેખાડે. બાકી ભૂલ ના દેખાય કોઈને. ભૂલ દેખાય તો તો કામ થઈ ગયું. ભૂલ ભાંગે તો પરમાત્મ સત્તા પ્રાપ્ત થાય. પરમાત્મા