________________
(૧૪) આત્મા થર્મોમિટર જેવો
૩૧૩
ખબર છે કે કેટલા ટકા આવશે ! ટકા હઉ જાણે. કારણ કે અહીં આત્મા થર્મોમિટર જેવો છે, બધીય ખબર આપે પણ થર જાડા હોય તો ખબર ના પડે. આત્મા મહીં થર્મોમિટર છે. અંદરનું જોવા જઈએ તો થર્મોમિટરથી માલૂમ પડે (એમ) છે.
થર્મોમિટર દેખાડે સઘળું, જો નિષ્પક્ષપાતીપણે જુએ તો પ્રશ્નકર્તા ઃ આપણે મોક્ષમાં જવાના છીએ, એ શી રીતે ખબર
પડે ?
દાદાશ્રી : બધું ખબર પડે. આપણો આત્મા છે ને, એ થર્મોમિટર જેવો છે. ભૂખ લાગે તે ખબર ના પડે ? સંડાસ જવાનું થાય તે તમને ખબર પડે કે ના પડે ? બધું જ ખબર પડે. કયા અવતારમાં જવાનો છે તેય ખબર પડે. નિષ્પક્ષપાતીપણે જોતો નથી. પોતે તટસ્થ ભાવે જુએ તો આત્મા થર્મોમિટર છે. તમે જે કહો એટલું માપ કાઢી આપે.
પ્રશ્નકર્તા : એ સ્ટેજ ઉપર આવવું પડે ?
દાદાશ્રી : ના, પણ આત્મા એ સ્ટેજવાળો જ છે. નિષ્પક્ષપાતપણે જોવાનું જ છે. આપણે જોડે જોડે પક્ષપાતમાં ના આવવું જોઈએ. સંડાસ જવાનું મહીં આપણને ખબર તો તરત પડે, પણ જોડે જોડે પક્ષપાત એટલે શું? આપણે ત્યાં કોઈ સોનાનો વેપારી આવ્યો છે ને એની જોડે વાતોમાં રહ્યા કરે, એટલે પછી શું થાય છે ? પેલો સોના ઉપર પક્ષપાત પડ્યો, એટલે પેલું સંડાસ જવાનું આ થર્મોમિટર દેખાડતું હોય તે બંધ થઈ જાય પછી. નહીં તો પક્ષપાત ના હોયને, તો આત્મા થર્મોમિટર, બધું જ દેખાડે એવો છે.
દાનત ખોરી, માટે રાચે પુદ્ગલ પક્ષમાં કોઈ આમ રાત્રે મોઢામાં શિખંડ ઘાલી આપ્યો હોય આટલો, પછી આપણે પૂછીએ કે શું છે ? તો ઘોર અંધારામાંય એ બધું વર્ણન કરે. અરે મૂઆ, આટલી બધી શક્તિ છે ! અંધારામાં તું શિખંડનું વર્ણન કરું છું કે મહીં દહીં છે, પણ દહીં સહેજ ગંધાતું છે. તે મહીં અંધારામાં શી રીતે