________________
૩૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ક્રમિકમાં આત્મા પોતે વેદક, અક્રમમાં તિર્વેદ ક્રમિક માર્ગવાળાનો આત્મા વેદક છે અને આપણામાં નિર્વેદ છે. એ આત્માને વેદક કહે. એ મારો આત્મા તન્મયાકાર થઈ ગયો, એવું કહે.
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : આપણો જાણનાર હોય, શાતા વર્તે કે અશાતા વર્તે એનો.
પ્રશ્નકર્તા : આપે પેલો જે શાતા-અશાતા અનુભવે છે, એને પણ જોવાનો (એટલે) એની ઉપરની સ્થિતિમાં મૂકેલા.
દાદાશ્રી: અને ક્રમિકમાં એવું હોય, વેદક ઘૂસી જાય એટલે આત્મા મારો ઘૂસી ગયો એવું, એ ઘૂસવાય ના દે.
પ્રશ્નકર્તા: એ ઘૂસવા ના દે તો વ્યવહાર ડિસ્ટર્બ થઈ જાય ?
દાદાશ્રી : હા, વ્યવહાર બધો ડિસ્ટર્બ થાય. પણ એ વ્યવહારને છોડતા છોડતા, ત્યાગ કરતા કરતા આગળ જાય. વ્યવહારમાં રહેવાની આપણામાં છૂટ શાથી આપી ? એ વેદક છે નહીં. આ અક્રમ છે એટલે. બહારના તો, ક્રમિક માર્ગ તો એવું જ કહે કે એ વેદક પોતે જ. કારણ કે એને પૂરું જ્ઞાન થયું નથી. પૂરો આત્મા થયો નથી. પૂરો આત્મા થયેલો વેદક ના હોય, નિર્વેદ હોય.
વેદકને જુદું લખે, સૂક્ષ્મતા અક્રમ વિજ્ઞાનમાં ક્રમિક માર્ગમાં આત્માને વેદક કહ્યો. ‘વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” ત્યાંય આપણું વિજ્ઞાન શું કહે છે ? વેદનારો જુદો ને જાણનારો જુદો. “હું ભોગવું છું” કહે છે તો તારું, નહિતર આ ચંદુભાઈ ભોગવે છે, તો વેદનાર વેદે છે અને તું જાણું છું.
પ્રશ્નકર્તા એટલે વેદકની ઉપર ગયું. દાદાશ્રી : વેદકથી ઉપર ગયું. નહિતર ત્યાં “હું વેદું છું” કહે છે.