________________
૩૧૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
કે આત્મા નિત્ય છે એનો પુરાવો આપો. ત્યારે મેં કહ્યું, એ તો આપણા હિન્દુસ્તાનના બધા બાળકોય જાણી જાય છે કે ભઈ, આત્મા આમ નીકળી ગયો. ડૉક્ટરો કહે છે, મહીંથી નીકળી ગયો આત્મા, એ નિત્યતાનો પુરાવો તમને લાગતો નથી? ત્યારે કહે, એવો પુરાવો નહીં, પ્રત્યક્ષ પુરાવો. એક્કેક્ટ પુરાવો આપો. ત્યારે મેં કહ્યું, આ દેહ હમણે જ લઈ લો. અમે પોતે નિત્ય જ છીએ એવું અમને અનુભવમાં જ છે અને હું આ દેહની અંદર રહેતો જ નથી. હું એક ક્ષણવાર આ દેહમાં રહ્યો નથી. પાડોશી તરીકે રહું છું, બાવીસ વર્ષ થયા. એટલે એમને ખાતરી થઈ ગઈ. એમણે કબૂલ કરી દીધેલું કે તમે દેહ લઈ લેવાનું કહો છો ત્યાંથી જ આત્મા નિત્ય છે, એનું તમને ભાન છે.
પ્રશ્નકર્તા : નિત્ય છે એનું ભાન છે !
દાદાશ્રી : હા, શાને માટે ભય, હમણે જ લઈ લેને ! અમને વાંધો છે જ નહીં. અને તેમ છતાં છૂટી જવાની ઈચ્છા નથી. કારણ કે મનમાં એવી ભાવના છે કે જે સુખ હું પામ્યો છું એ સુખ લોકો પામો. ભાવના એટલી છે ખરી. છતાંય કોઈ દેહ લઈ લે તો વાંધો નથી. પણ છે તો સારું છે, લાગે કે લોકો કંઈક પામે.
તિત્ય' આત્મા સંગ, જ્ઞાતી સદા તિરાલંબ આત્મા શાશ્વત જ છે, નિત્ય છે, સનાતન છે, અનુભવમાં આવે એવો છે અને હું તેમાં જ રહું છું, એ આત્મામાં જ રહું છું. એટલે અવલંબનેય નથી. આ વર્લ્ડમાં કોઈ શબ્દનું પણ મને અવલંબન નથી. આ દાદાનું જ્ઞાન આપેલા તમે બધા હાઈ-ટૉપ ઉપર જાવ તોય તમને હું શુદ્ધાત્મા છું એ શબ્દનું અવલંબન હોય અને અમારે તો એ શબ્દનુંય અવલંબન ના હોય.
એનો વાંધો નહીં, એ શબ્દના અવલંબન ઉપર આવો તોય બહુ થઈ ગયું, પણ જો એ પ્રમાણે આ જ્ઞાનમાં આવોને તો ઘણું બધું થઈ ગયું. એ ભગવાન કહેવાય.