________________
[૧૪] આત્મા થર્મોમિટર જેવો
પોતાતો જ આત્મા થર્મોમિટર સમાત
પ્રશ્નકર્તા : એ કેવી રીતના સમજાય કે આપણને ધર્મનો સાર પ્રાપ્ત થયો છે ?
દાદાશ્રી : એ તો કોઈ માર મારે, લૂંટી લે તોય રાગ-દ્વેષ ના થાય એ એનું થર્મોમિટર. થર્મોમિટર જોઈએ ને ? રડે તેનો વાંધો નહીં, રાગદ્વેષ ના થવા જોઈએ.
પ્રશ્નકર્તા ઃ રાગ-દ્વેષ નથી થયા કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : હા, એને માટે થર્મોમિટર મૂકી જોવાનું આપણે. જેમ આપણને તાવ ચઢ્યો હોય તો થર્મોમિટર મૂકીએ તો ખબર પડે કે ના પડે ? પછી કેટલી ડિગ્રી છે એ ખબર ના પડે ? તાવ ચઢેલો ઊતર્યો તેય ખબર પડે કે ના પડે ?!
આપણને સૂતા-સૂતા ખબર પડે છે કે આ તાવ ચડ્યો છે ! એ તાવ વધારે ચડે છે, તાવ ઓછો થયો, તાવ ઊતરી ગયો, એ બધું કોણ કહે છે આપણને ? એવો આપણો આત્મા થર્મોમિટર જેવો છે. એ બધી જ જાતની ખબર આપે.
આત્મા થર્મોમિટર સમાન છે. એ જ્યારે કેટલા ડિગ્રી તાવ ચઢેલો