________________
(૧૩.૩) નિત્ય
દાદાશ્રી : નિત્ય છે એવું ? ઓહોહો, નિત્ય તો કેટલાય કાળથી મને અનુભવ છે ! નિત્ય એવું તો. એ અનુભવમાં હું તો જુદો જ અનુભવું છું. આ દેહ જ હું નથી એવું મને લાગે. હું તો કોઈ દહાડો અંબાલાલ નામેય ભૂલી જઉ છું.
પ્રશ્નકર્તા ઃ એ તો બરાબર છે, કારણ કે પોતે સ્વ-સ્વરૂપે અનુભવે એટલે...
૩૦૯
દાદાશ્રી : આ જે નિત્ય આપ કહો છો ને કે નિત્ય (અક્ષર) એ તો નાની બાબત છે, એમાં તો કંઈ મોટી વસ્તુ છે નહીં. હું તો એ જગ્યા ઉપર બેઠેલો છું કે જે આત્મા જગતે ક્યારેય પણ જાણ્યો નથી. હું નિરાલંબ (અક્ષરાતીત) આત્મા ઉપર પહોંચેલો છું. જ્યાં શબ્દનું પણ અવલંબન નથી ત્યાં હું પહોંચેલો છું. એટલે તમે મને ગમે એમ કરો, ગાળો ભાંડો, મારો, ગમે તે કરો પણ મને પહોંચી શકો નહીં. કશું જ થાય નહીં એને, એવો આત્મા છું.
નિત્ય તો નાના છોકરાં પણ સમજે એવી વસ્તુ છે. તે એમાં બીજી સમજવાની વસ્તુ નથી અને પુનર્જન્મ એ નિત્યપણું સૂચવે છે. નાના છોકરાંઓય સમજે છે કે આત્મા નીકળી ગયો. ડૉક્ટરોય નાડી જોઈને જ
કહે છે, આત્મા નીકળી ગયો મહીંથી. આ દેહ અનિત્ય (ક્ષ૨) છે તે પડી
રહ્યો અને જે નીકળી ગયો તે નિત્ય છે.
મરવાતો ભય જ નહીં એ તિત્ય સ્વરૂપતો અનુભવ
પ્રશ્નકર્તા : એનો બીજો જન્મ નિત્યપણું સૂચવે છે એ તો સાચી વાત છે જ, પણ એવું તમે શું અનુભવ્યું કે જેથી કરીને તમને નિત્યત્વની પ્રતીતિ છે ?
દાદાશ્રી : એ નિત્ય સ્વરૂપ લાગે છે ને, એટલે મરવાનો ભો જ નથી લાગતો. એ નિત્ય સ્વરૂપ ઓછું છે કે જેને કોઈ દહાડો એક ક્ષણવાર મરવાનો ભો જ લાગ્યો નથી ? આ બધાની રૂબરૂમાં કહી દઉ છું કે જ્યારે જવું હોય ત્યારે જાવ. પછી એથી વધારે તો નિત્યપણું કેટલુંક...
માઉન્ટ આબુમાં પાલનપુરના એક ભઈ આવ્યા હતા. તે મને કહે છે