________________
૩૦૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દેહાધ્યાસ જતા અનિત્યભાવ ગયો ને થયો નિર્ભય
પ્રશ્નકર્તા ઃ આમ તો ટેમ્પરરી અને પરમેનન્ટ, એ મનથી કરીને ઊભી કરેલી બધી મથામણો છે ને ?
દાદાશ્રી : ના, મથામણો નથી. તમને આ બધું જે વળગણ છે ને, તે બધું જ ટેમ્પરરી છે. અત્યાર સુધી ટેમ્પરરીમાં જ જીવતા'તા. જ્ઞાન ન હતુંને ત્યારે હું જ છું આ, હું જ બ્રાહ્મણ છું, ફલાણો છું, બધું એમાં જ જીવતા'તા અને પછી ડૉક્ટરને કહે, “સાહેબ, મને બચાવજો.” પૈડપણમાં કહે ખરા ડૉક્ટરને ? પણ પેલા ડૉક્ટરની બહેન મરી ગઈ, મા ગઈ, એ શું તને બચાવવાનો છે?
પ્રશ્નકર્તા : અનિત્ય ભાવનાનું કારણ શું ? અનિત્ય ભાવનાની પરિસ્થિતિ થાય તો એ પરિસ્થિતિમાં તેમનું રહેવું ?
દાદાશ્રી: દેહાધ્યાસ છે તો અનિત્યભાવ જ છે અને દેહાધ્યાસ જાય તો અનિત્યભાવ છે નહીં. બે ભાગ જુદા છે. આપણું જ્ઞાન મળ્યું તો તેને દેહાધ્યાસ ગયો, એટલે અનિત્ય ભાવ રહેતો નથી.
જ્યાં સુધી દેહાધ્યાસ છે, દેહને “છું એમ માને તે વિનાશી ચીજને “હું છું” એમ માને એટલે પોતે વિનાશી થાય છે. “હું શુદ્ધાત્મા છું' એટલે “હું અવિનાશી છું, નિત્ય છુંએ ભાન થયું એટલે પછી અવિનાશી.
પ્રશ્નકર્તા નિત્યભાવમાં જો આવી જાય તો એ કાયમને માટે એ પરિસ્થિતિમાં આવે, ત્યારે કેવી સ્થિતિ હોય એની ?
દાદાશ્રી : ભય છૂટી જાય બિલકુલ. જગતનો બિલકુલ જ ભય નહીં. થોડો ઘણો ભય રહે છે ને, એ પૂર્વભવનો ભરેલો ભય છે અને મેં આત્મા આપ્યોને, એમાં ભય નથી, નિર્ભયતા.
નિરાલંબ સામે તિત્ય તાતું લાગે દાદાને પ્રશ્નકર્તા: આપે અનુભૂતિમાં એવું કયું તત્ત્વ અનુભવ્યું, કઈ વાત તમે અનુભવી કે જેથી કરીને તમે અંતરથી દઢ નિર્ણય કરો કે આ નિત્ય